પાલીતાણા તાલુકાના રાજપરા (ઠા) પ્રા. શાળામાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરાઈ

1304
bvn2812018-9.jpg

નાની રાજસ્થળી કેન્દ્ર કલસ્ટરની પેટા શાળા રાજપરા (ઠા) પ્રા. શાળામાં ૬૯માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાત્રિ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં દેશભક્તિ ગીત નાટકો અને અભિનય ગીતો રજૂ કરવામાં આવ્યા હતા.
સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે દાતાનું સન્માન કરવામાં આવ્યું હતું. મુંબઈ સ્થિત પરમાણંદદાદા અને તેમના શાહ પરિવાર દ્વારા રાજપરા (ઠા) પ્રા. શાળાને રમતગમતના સાધનો, ખુરશી અને બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ગામ લોકો અને મહેમાનોએ બાળકોને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી શાળાને રૂા.૪૦૦૦૦નું દાન આ દિવસે આપ્યું હતું.
સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકોને પ્રોત્સાહન પુરૂ પાડવા પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા તથા જિ.પં.સ. ઠાકરશીભાઈ ડાભી તથા તા.પં.સ. જયુભા સરવૈયા તથા પાલીતાણા રૂરલના પીએસઆઈ ચુડાસમા તથા બીઆરસી ગોહિલ, હાર્દિકભાઈ તથા સીઆરસી દોરીલા ભરતભાઈ તથા આજુબાજુની શાળાના આચાર્ય અને શિક્ષકો અને મોટીસંખ્યામાં ગામમાંથી ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.