મહુવા ખાતે જાહેરમાં જુગાર રમતા છ ઈસમો ઝડપાયા

1661
bvn2812018-11.jpg

મહુવા ખાતે જે.પી.ના ઢાળ તરફ જવાના રસ્તે જાહેરમાં તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા છ ઈસમોએ એલસીબી અને મહુવા પોલીસે રેડ કરી રોકડ મત્તા સાથે ઝડપી લીધા હતા.
ભાવનગર, એલ.સી.બી. તથા મહુવા પોલીસ સ્ટાફનાં માણસો પેટ્રોલીંગમાં હતાં. દરમ્યાન પો.હેડ કોન્સ શિવરાજસિંહ સરવૈયાને બાતમીરાહે હકિકત મળેલ કે,મહુવા જે.પી.નાં ઢાળ તરફ જતાં રાધાકૃષ્ણ કોમ્પ્લેકસ પાછળ આવેલ દેવ સેલ્સ નામની બંધ દુકાનનાં શટર પાસે જાહેરમાં અમુક માણસો ભેગાં મળી ગંજીપતાનાં પાનાં તથા પૈસા વતી હારજીતનો તીનપતીનો જુગાર રમે છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં જાહેરમાં તીનપતીનો હારજીતનો જુગાર રમતાં આશીફ મહંમદભાઇ સીપાઇ, અયુબભાઇ રહીમભાઇ સુમરા, દિપકભાઇ કાળુભાઇ બાંભણીયા, મનસુખભાઇ ભગવાનભાઇ બારૈયા, કેતન ઉર્ફે મહાજન દિનેશભાઇ પરમાર, અરવિંદભાઇ મોહનભાઇ ગોહિલદ સહિત કુલ-૬ માણસો રોકડ રૂ.૧૧,૩૧૦/- તથા ગંજીપતાનાં પાના તથા મોબાઇલ નંગ-૬ કિ.રૂ.૯,૦૦૦/- મળી કુલ રૂ.૨૦,૩૧૦/-નાં મુદ્દામાલ સાથે પકડાય ગયેલ.જે તમામ મુદ્દામાલ કબ્જે કરી તમામની ધોરણસર અટકાયત કરવામાં આવેલ.તેઓ વિરૂધ્ધ મહુવા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ. અને આગળની વધુ કાર્યવાહી થવા માટે તેઓને મહુવા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

Previous articleજાફરાબાદ તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી વઢેરા કરાઈ
Next articleસ્વા.ગુરૂકુળમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી