જિલ્લા કક્ષાના ગણતંત્ર દિનની વલભીપુર ખાતે ઉજવણી

1107
bvn2812018-1.jpg

તા. ૨૬ જાન્યુ. ૨૦૧૮ના રોજ રાષ્ટ્રના ૬૯મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત ભાવનગર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વલ્લભીપુરની ગંભીરસિંહજી હાઈસ્કુલ પાછળ મેદાનમાં રંગે ચંગે ઉજવાયો હતો. 
રાજ્યના ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી ઝીલી હતી આ સમયે પોલીસ બેન્ડની સુરાવલી સાથે સમુહમાં રાષ્ટ્રગીત નું ગાન કરાયુ હતુ. 
મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે આપણે ૬૯મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની  ઉજવણી માટે વલ્લભીપુર ભેગા થયા છીએ દેશને આઝાદ કરવા માટે પૂ. મહાત્મા ગાંધી, સરદાર પટેલ સહિતના નામી અનામી સ્વાતંત્ર્યવીરોને નત મસ્તક શ્રદ્ધા સુમન પાઠવુ છુ, દેશની રક્ષા કરતા જવાનોને નમન કરૂ છુ,  આપણુ ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ આઉટ પુટ, સૌર ઉર્જા ઉત્પાદન સહિતની બાબતે દેશમાં અગ્રેસર રહ્યુ છે.તેમણે મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના, સ્વચ્છતા મિશન, રોજગારી તથા કૌશલ્ય વિકાસ, સેવાસેતુ, પ્રગતિસેતુ, આરોગ્ય, મહિલા અનામત અને સશક્તિકરણ ઉર્જા સહિતની બાબતે રાજ્ય સરકારે કરેલ કામગીરીની વિગતે માહિતી આપી હતી. આ કાર્યક્રમ પ્રસંગે મંત્રીએ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યુ હતુ, માર્ચ પાસ્ટ તથા બાળકોને પુરક પોષણ, મિશન ઈન્દ્ર ધનુષ્ય, ટ્રાફીક એજ્યુકેશન એન્ડ અવેરનેસ, ખેતીવાડી, બાગાયત, સ્વચ્છ ભારત મિશન, બિન પરંપરાગત ઉર્જા ઉત્પાદન તથા ઉજાલા ગુજરાત, સ્કીલ ડેવલોપમેન્ટ,સ્વરોજગારની વિવિધ યોજનાઓ, ડીઝીટલ ટ્રાન્જેક્શન સહિતના વિષયે ફ્લોટનું  નિદર્શન કરાયુ હતુ. 
તેમજ મંત્રીએ વિશિષ્ટ સિદ્ધિ  ધરાવતી શાળા, ખેલાડી તથા શિક્ષકોનું સન્માન તથા પરેડ, ટેબ્લો તથા સાંસ્ક્રુતિક કાર્યક્રમના વિજેતાઓને તથા તમામ ભાગ લેનાર સંસ્થાઓને પુરસ્કાર એનાયત કર્યા હતા. નગરપાલિકા કચેરી ખાતે મહાનુભાવોએ વ્રુક્ષારોપણ કર્યુ હતુ. 
આ કાર્યક્રમમાં સાંસદ ડો. ભારતીબેન શિયાળ, ધારાસભ્ય પ્રવિણ મારૂ, જિલ્લા કલેકટર હર્ષદ પટેલ,પ્રોબેશનરી ઓફીસર પટેલ,  જિલ્લા વિકાસ અધિકારી આયુષ ઓક,નાયબ વન સંરક્ષક  ડો. મોહન રામ,  જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવિણસિંહ માલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી. ડી. જાડેજા, સહિત ઉપસ્થિત રહ્યા હતાં.