ગ્રામજનોએ કુવામા પડેલા મોરને બચાવ્યો

708
gandhi29-1-2018-1.jpg

કલોલ તાલુકાના આમજા ગામમા અવાવરૂ કુવામાં મોર પડી ગયો હતો. ગામના લોકોને જાણ થતા ભારે કુતુહલ સર્જાવા સાથે આ અંગે ગાંધીનગર જીલ્લા પંચાયતના સદસ્ય જયેશભાઈ ચૌધરીને જાણ કરવામાં આવતાં તેઓએ ઘટના સ્થળે પહોચી આ અંગે નારદીપુર વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ આવી પહોંચી હતી. ભારે જહેમત બાદ મોરને કુવામાંથી બહાર કઢાયો હતો. બાદ મોરને વધુ સારવાર અર્થે નારદીપુર નર્સરી મોકલી અપાયો હતો.