શાળામાં વિદ્યાર્થિનીઓને પ્રવેશ ન મળતા ડીઈઓ કચેરી પર ધરણા

507

રહેમરાહે પાલિકા સ્કૂલ બોર્ડની સુમન શાળામાં ધોરણ-૮માં પાસ વિદ્યાર્થિનીઓને ધોરણ-૯માં અનુદાનિત માધ્યમ શાળામાં પ્રવેશ ન આપવામાં આવતા વિદ્યાર્થિનીઓ વાલીઓ સાથએ ડીઈઓ કચેરી ખાતે ધરણા પર બેઠા છે. અને સુમન શાળા અને નજીકની શાળામાં વિદ્યાર્થિનીઓને પ્રવેશ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

વાલીઓએ જણાવ્યું હતું કે, પાંડસેરા-બમરોલી વિસ્તારમાં આવેલી પાલિકા સંચાલિત સુમન શાળામાં ધોરણ-૮માં પાસ થયેલી ૨૫ જેટલા વિદ્યાર્થીઓને ધોરણ-૯માં પ્રવેશ આપવામાં આવ્યો નથી. જેથી સવારથી ડીઈઓ કચેરી ખાતે ધરણા કરી વિરોધ નોંધાવી રહ્યા છીએ. અને સુમન હાઈસ્કૂલમાં પ્રવેશ મળે તેવી માંગ કરી રહ્યા છે.

પાલિકા સંચાલિત સુમન સ્કૂલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પાલિકાની પ્રાથમિક સ્કૂલો ઘણી છે પરંતુ હાઈ સ્કૂલ આ વિસ્તારમાં એક જ છે. માટે બધી સ્કૂલોમાંથી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો પડે તેમ હોવાથી આ વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં પ્રવેશ લેવા માટે જણાવવામાં આવ્યું હતું.

ડીઈઓએ જણાવ્યું હતું કે, અમારા અધિકારીઓ સ્પોટ પર જશે અને આજુબાજુની સ્કૂલની ચકાસણી કરીને વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે માટે પ્રવેશ આપવામાં આવશે. વહીવટી અધિકારીઓ સાથે ચર્ચા કરીને પ્રવેશ આપીને કામગીરી હાથ ધરવામાં આવશે.

Previous articleએસટી બસ બંધ પડતા ૬ કલાક મુસાફરો રઝળ્યા, ડેપોમાંથી કોઈ મદદ નહિ
Next articleપાંચ વર્ષનું બાળક રમતાં રમતાં કારમાં ફસાયું, શ્વાસ રૂંધાતા મોત