બનાસકાંઠાઃ દુષ્કર્મ આચર્યા બાદ સગીરાને દોરડા વડે બાંધીને કૂવામાં ફેકી

715

બનાસકાંઠામાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે. ગામના જ યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચરીને મીત્ર સાથે મળી દોરડા વડે બાંધીને કૂવામાં ફેંકી દીધી હતી. જોકે, લોકોએ ૨૪ કલાક બાદ સગીરાને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. છાપી પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી હતી.

મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠાના વડગામના રૂપાલ ગામે સગીરા દાળ લેવા માટે ગામમાં ગઇ હતી. ત્યારે ગામનો દિનેશ દેવીપૂજક નામનો યુવક તેની પાછળ પાછળ ગયો હતો. અને ત્યારબાદ સગીરાને કમરના ભાગે ધોકો મારીને દૂર લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ નરાધમે મીત્ર સાથે મળીને સગીરાને દોરડા વડે બાંધીને કૂવામાં ફેંકી દીધી હતી.

પરિવારજનોએ સગીરાની શોધખોળ હાથધરતા સગીરા કૂવામાં બાંધેલી હાલતમાં પડેલી મળી હતી. જેને તાત્કાલિક બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ અંગે પોલીસને જાણ કરતાં છાપી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને દિનેશ અને તેના મિત્ર વિરુદ્ધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથધરી હતી.

Previous articleશ્રી પ્રતાપસિંહજી હિન્દી વિદ્યાલય ગાંધીનગર ખાતે શિક્ષકો માટેનો તાલીમ કાર્યક્રમ સંપન્ન
Next articleઔડાના મકાન અપાવવાની લાલચ આપી રૂ.૩૨.૪૮ લાખની છેતરપિંડી