આસારામને લવાશે ગાંધીનગર મહિલા સાથે દુષ્કર્મ કેસની થશે સુનાવણી

978
gandhi30-1-2018-1.jpg

લંપટ સાધુ અને જાતે બની બેઠેલા મહાત્મા એવા આસારામને સોમવારે આશ્રમમાં એક મહિલા સાથે કરેલા દુષ્કર્મના કેસમાં ગાંધીનગર ખાતે લાવવામાં આવશે. આ કેસમાં વધું સુનાવણી હાથ ધરવામાં આવશે.
અમદાવાદમાં આવેલા આસારામ આશ્રમ ખાતે એક મહિલા સાથે કરેલા દુષ્કર્મના કેસમાં ગાંધીનગર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ફરિયાદીને કોર્ટમાં હાજર રહેવા આદેશ આપવામાં આવતાં, સુનાવણી દરમિયાન ફરિયાદી અને પીડિત મહિલાને કોર્ટમાં હાજર રહી હતી. ક્રાઈમ બ્રાન્ચના ચુસ્ત બંદોબસ્ત હેઠળ કોર્ટમાં પીડિતાને હાજર રાખવામાં આવી હતી. આ કેસમાં આસારામને હાજર રાખવા સૂચના આપી દેવાયી છે. જેને પગલે આસારામને આજે ગાંધીનગર લાવવામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે. આ કેસની સુનાવણી દરમિયાન આસારામના પરિવારજનો અને આરોપીઓ હાજર રહે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.ઉલ્લેખનિય છે કે એક મહિલા સાથે ઉત્પીડનના કેસમાં આસારામ હાલ જોધપુરની જેલમાં બંધ છે.