માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત ભાવનગર ટ્રાફીક શાખા અને આરટીઓ દ્વારા છત્રપતિ શિવાજી પ્રાથમિક શાળા નં.૪૦ ખાતે માર્ગદર્શન અપાયું હતું. જેમાં વિદ્યાર્થીઓએ રોડ સેફ્ટીનું ગીત અને નાટક રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં એએસપી જાડેજા, મેયર નિમુબેન બાંભણીયા, સુમીતભાઈ ઠક્કર (રેડક્રોસ), ટ્રાફીક પીએસઆઈ સેંગલ, શિશુવિહાર સંસ્થાના નાનકભાઈ ભટ્ટ, આરટીઓ શાખાના પી.આર. રાણા સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.