ઠાડચ ગામે ગોપાલગીરીબાપુની પૂણ્યતિથિની કરાયેલી ઉજવણી

1539
bvn1492017-1.jpg

તળાજા-પાલીતાણા રોડ પર આવેલા ઠાડચ ગામ ખાતે પૂ.સંત ગોપાલગીરીબાપુની પપમી પૂણ્યતિથિ મહોત્સવની ભાવ અને શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે રક્તદાન કેમ્પ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
આ ઉજવણીમાં મંગળવારે ગુરૂપૂજન તેમજ શોભાયાત્રાના કાર્યક્રમો થયા હતા. બેન્ડ-બગી સાથે વિશાળ શોભાયાત્રા નિકળી હતી. જેમાં ગ્રામજનો મોટીસંખ્યામાં જોડાયા હતા. ઉપરાંત સાંજે ઠાડચ ગામની જીવનજ્યોત વિદ્યામંદિર ખાતે ઠાડચ ગામ ઉપરાંત રાજપરા, સાંજણાસર, મેઢા અને કુંઢેલી ગામના ગામ ધુમાડા બંધ સાથે પ્રસાદ-ભોજન વિતરણ થયું હતું. માનવ સેવાના ભાગરૂપે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં ૩૬ યુનિટ રક્ત એકત્ર થયું હતું. ધર્મમય માહોલ વચ્ચે યોજાયેલા સમગ્ર ઉત્સવમાં સંતો પૂ.જગમોહનદાસબાપુ, કૈલાસગીરીબાપુ, પૂ.વિશ્વાનંદમયી માતાજી, મગનગીરીબાપુ, બાલકનાથબાપુ સહિતના સંતો તેમજ અન્ય સંતો, કાર્યકરો, ગ્રામજનોની ઉપસ્થિતિ રહી હતી. રાત્રિના ભજન-સંતવાણીના કાર્યક્રમો થયા હતા.

Previous articleખેલમહાકુંભ ટેબલટેનિસમાં યુનિ. ગ્રાઉન્ડ ગૃપનો વિજય
Next articleમોટી પાણીયાળીના મકાનમાંથી ઈંગ્લીશ દારૂ સાથે શખ્સ ઝડપાયો