ખેલમહાકુંભ ટેબલટેનિસમાં યુનિ. ગ્રાઉન્ડ ગૃપનો વિજય

1230
bvn1492017-2.jpg

ગુજરાત સ્પોર્ટસ ઓથોરીટી દ્વારા ખેલ મહાકુંભ અંતર્ગત શહેર અને જિલ્લાકક્ષાની ટેબલટેનિસ સ્પર્ધા મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ગ્રાઉન્ડના ટેબલટેનિસ હોલમાં યોજાયેલ. જેમાં ૪૦ પ્લસ એ જ ગ્રુપમાં વ્યક્તિગત સિંગલ્સ ઈવેન્ટમાં ભાવનગર મહાપાલિકાના અધિકારી સુરેશ ગોધવાણીએ વર્ષોથી અગ્રક્રમે રહેલ દિપક સરવૈયાને પાંચ ગેઈમના સેટમાં ૩-રથી પરાસ્ત કરી અપસેટ સર્જી રોમાંચક વિજય મેળવી ભાવનગર સ્તરે બીજો ક્રમ મેળવી રનર્સઅપ વિજેતા થયેલ છે. ઉપરાંત ટેબલ ટેનિસ ડબલ્સ ઈવેન્ટમાં ૪૦ પ્લસ એ જ ગ્રુપમાં જ્ઞાનદેવસિંહ ચુડાસમા અને ઘનશ્યામસિંહ ઠાકુરની ટીમે સંસ્કાર મંડળ ગ્રુપના વર્ષોથી અગ્રક્રમે રહેલ દિપક સરવૈયા અને કિશોર ઠાકોરની ટીમને ફાઈનલ ગેમમાં ૩-રથી પરાસ્ત કરી અપસેટ સર્જી ભાવનગર સ્તરે ચેમ્પિયન બનતા યુનિવર્સિટી ટેબલ ટેનિસ ગ્રુપમાં હર્ષની લાગણી ફેલાયેલ છે તેમજ આ ખેલાડીઓ હવે રાજ્યસ્તરે સિંગલ્સ તથા ડબલ્સ ઈવેન્ટમાં ભાગ લેવા જશે.

Previous articleઈંગ્લીશ દારૂના જથ્થા સાથે અધેવાડાનો શખ્સ ઝડપાયો
Next articleઠાડચ ગામે ગોપાલગીરીબાપુની પૂણ્યતિથિની કરાયેલી ઉજવણી