નંદકુંવરબા કોલેજમાં એક્યુપ્રેશર કેમ્પ

680
bhav10-2-2018-1.jpg

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન અને સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલીત નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગરની એનએસએસ યુનિટ દ્વારા વર્તમાન સમયમાં ચીકનગુનિયા, વિવિધ સાંધાના દુઃખાવા રહેતા હોય તેવા મોટી ઉંમરના વડીલો માટે એક્યુપ્રેશર કેમ્પ યોજવામાં આવ્યો હતો. કોલેજના એનએસએસ યુનિટ અને ડીએનવાયએસ વિભાગ દ્વારા મોટી ઉંમરના વડીલો માટે શરીરના વિવિધ સાંધાના દુઃખાવા રહેતા હોય તેમની માટે કુદરતી સારવાર પધ્ધતિ દ્વારા એક્યુપ્રેશર કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પનો વડીલોએ મોટીસંખ્યામાં ભાગ લીધો હતો.