દારૂબંધી માટે હવે સાધુ-સંતો મેદાનમાં ઉતર્યા

804
gandhi222018-4.jpg

ગાંધીના ગુજરાતમાં સરકારે દારૂનો કાયદો કડક બનાવ્યો હોવા છતાં દેશી અને વિદેશી દારૂનું ધૂમ વેચાણ થાય છે. જોકે હવે રાજ્યનાં પાટણ જિલ્લામાં દારૂબંધીને લઇ સામાજીક આગેવાનો કે કોઇ રાજનેતા નહી પરંતુ સાધુ-સંતો મેદાનમાં આવી ગયા છે. અને પાટણ શહેરમાં બેફામ વેચાઇ રહેલા દારૂનાં અડ્ડાઓને બંધ કરાવવા માટે કલેક્ટર કચેરી આગળ સખત વિરોધ નોંધાવ્યો છે. પાટણમાં દારૂબંધીને લઈ સાધુ-સંતો મેદાને આવી ગયા હતાં. પાટણમાં ચાલી રહેલા દારૂનાં અડ્ડા બંધ કરવાની માંગ સાથે સાદુ-સંતો પાટણ કલેક્ટર કચેરી આગળ કર્યા સૂત્રોચ્ચાર પણ કર્યા હતાં. સાથે જ તેમણે શહેરમાં દારૂબંધી અંગે કડક પાલન કરવાની માંગ કરી હતી. આ સાથે જ સાધુ-સંતોએ દારૂનું વેચાણ બંધ નહિ થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે ૨ ઓક્ટેબર ૨૦૧૭નાં રોજ ગાંધી જયંતિના દિવસે પાટણની સરકારી ઓફિસોના ર્પાકિંગમાં વિદેશી દારૂ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ સિવાય જીલ્લા પંચાયત કચેરી નીચે દેશી દારૂની થેલીઓ મળી આવી હતી. પાટણમાં દારૂ વેચાણનાં પુરાવા સરકારી ઓફિસમાંથી જ મળ્યા હતાં.