ટીબીના દર્દીઓને વિનામૂલ્યે રીપોર્ટની સુવિધા

1312
gandhi222018-1.jpg

ભારત સરકાર દ્વારા જિલ્લા ક્ષય કેન્દ્ર, સિવીલ હોસ્પિટલ, ગાંધીનગર ખાતે ઝ્રમ્દ્ગછછ્‌ મશીન (ય્ીહ ઠીિં) ફાળવવામાં આવ્યું છે. આજે આ મશીનનું ઉદૂધાટન જિલ્લા વિકાસ અધિકારી દેવાંગ દેસાઇ ના હસ્તે કરવામાં આવ્યું હતું. 
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી દેવાંગ દેસાઇએ જણાવ્યુ હતું કે, ટી.બીનું પ્રમાણ ચિંતાજનક રીતે દેશમાં વધી રહ્યું છે. ત્યારે આ અધતન મશીન ખૂબ જ ઉપયોગી બની રહેશે. તેમણે ક્ષયના જંતુની શોધ કરનાર જર્મની દેશના ર્ડા. રોબર્ટ કોકને યાદ કર્યા હતા. તેમના જીવન અંગેની રસપ્રદ વાત કરી હતી. ગાંધીનગર જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે વિશ્વ વિભૂતીની તસ્વીર જોઇ આનંદ વ્યક્ત કર્યો હતો. ઝ્રમ્દ્ગછછ્‌ મશીનના ઉદધાટન પ્રસંગે સ્વાગત પ્રવચનમાં જિલ્લા ક્ષય અધિકારી અને ઇર્ન્ચાજ જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. એમ.એચ. સોલંકીએ જણાવ્યું હતું કે, જીન એક્સપર્ટ મશીન છે. 
ગુજરાત રાજયના અનેક જિલ્લાની હોસ્પિટલમાં આ મશીનની સુવિધ ઉપલબ્ઘ છે. અત્યાર સુધી આ પ્રકારના રીપોર્ટ મેળવવા માટે અમદાવાદ સીવિલ હોસ્પિટલ ખાતે રીપોર્ટ મોકલવા પડતા હતા. જે સુવિધા હવે, ગાંધીનગર સિવીલ હોસ્પિટલમાં રૂપિયા ૪૦ લાખની કિંમતનું જીન એક્સપર્ટ મશીન મળી જતાં જિલ્લા વાસીઓને બહાર જવું નહિ પડે.આ ઉપરાંત નાના બાળકો, ૐૈંફ પોઝીટીવ તથા ટીબીના એકસ્ટ્રા પલ્મોનરી દર્દીઓનું પણ નિદાન ઝડપથી બે જ કલાકમાં કરી શકાય છે. 
ગાંધીનગર જિલ્લાના ટી.બીના દર્દીઓ કે જે  ખાનગી હોસ્પિટલ કે ર્ડાકટર પાસે સારંવાર કરાવતા હશે. તેમને પણ ગાંધીનગર સિવીલ હોસ્પિટલમાં આવેલા ક્ષય કેન્દ્ર ખાતેથી વિનામૂલ્યે રીપોર્ટ કાઢી આપવામાં આવશે. જિલ્લા ક્ષય કેન્દ્ર, ગાંધીનગરની કામગીરીની વિગત આપતા સોલંકીએ જણાવ્યું હતું કે, વર્ષ- ૨૦૧૭ના વર્ષમાં ૧૭,૯૪૫ ટી.બીના શંકાસ્પદ દર્દીઓ મળ્યા હતા. જેમાંથી ૨૪૯૦ દર્દીઓને ટી.બી હોવાનું માલૂમ પડ્‌યું હતું. 
હાલમાં ૨૧૩૨ દર્દીઓને સારંવાર આપવામાં આવી રહી છે. તે ઉપરાંત ૧૨૬૨ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાંથી શોધવામાં આવ્યા છે. તેમજ વર્ષ- ૨૦૧૬માં ૮૭૪ માંથી ૭૯૪ દર્દીઓ સાંજા કરવામાં આવ્યા છે   
અગાઉ આવા દર્દીઓને નિદાન માટે અમદાવાદ મોકલવવામાં આવતા હતા અને તેનો રિપોર્ટ અઠવાડિયે આવતો હતો પરંતુ હવે ઝ્રમ્દ્ગછછ્‌ મશીન અત્રેના જિલ્લા ક્ષય કેન્દ્ર ગાંધીનગર ખાતે આવવાથી ટીબીના તથા  ૐૈંફ પોઝીટીવ તથા ટીબીના એકસ્ટ્રા પલ્મોનરી દર્દીઓનું નિદાન કરવામાં ખૂબ જ ઝડપ અને સરળતા રહેશે. 

Previous articleદારૂબંધી માટે હવે સાધુ-સંતો મેદાનમાં ઉતર્યા
Next articleજામકા ગામે કોળી-આહિરો વચ્ચે સશસ્ત્ર ધીંગાણુ થયું