રાજુલા નાગેશ્રીની સિન્ટેક્ષ કંપનીમાં થયેલ યુવતિના મોત સંદર્ભે ફરી આંદોલન શરૂ

950
guj27102017-1.jpg

લુણસાપુરની મહાકાય સિન્ટેક્ષ કંપનીમાં પ૦૦૦ હજાર યુવતીઓ કર્મચારી હોય તેમાં નાગેશ્રિની યુવતિ પુજા બહેન મશીનમાં આવી જતા ઘટના સ્થળે થયેલ મોત સમયે હજારો યુવતિઓ દ્વારા કંપનીમાં જઈ પુંજાના ન્યાય માટે ઉગ્ર બની કંપનીમાં તોડફોડ કરી જબરજસ્ત વિરોધ દશાર્વયો જેના પડઘા દેશ અને પરદેશમાં પણ પડ્યા તે બાબતે કંપનીએ આપેલ આશ્વાસન સ્વરૂપે તા. રપ-૧૦ અને ર૬-૧૦-ર૦૧૭ના રોજ સર્વે કર્મચારીઓને ખુલાસો કરીશુ જેના પગલે ન તો કોઈ ખુલાસો થયો અને  પ૦૦ જેટલી યુવતિઓએ આજે જડબેસલાક કંપનીના ગેટ પાસે ધામા નાખેલ પણ કંપની તરફથી તેના કોઈ રીસપોન્સ ન મળતા આજની તારીખે યુવતિઓના આંદોલન બાબતે ભારેલો અગ્ની સમાન સાબીત થયો છે. આજે કંપની તરફથી બોલાવેલ રાજુલા, જાફરાબાદ, ખાંભા, મરીન, પોલીસ જવાનોના ધાડેધાડા કંપનીના ગેટ પર સુરક્ષા માટે ગોઠવાઈ ગયા તે વખતે ૩૦૦૦ યુવતિઓના સેલાબને ચેતનભાઈ શિયાળ દ્વારા સમજાવટથી મામલો શાંત પડી ગયેલ પણ હાલ તો આચારસંહિતા લાગવાથી કોઈ રાજકીય આગેવાનો માત્ર ફોન દ્વારા મામલો શાંત પાડવા મથામણ કરેલ જેમાં આજે મહિલા આગેવાનોને કંપનીની અંદર બોલાવેલ અને કંપનીની અંદર શું બફાઈ ગયુ છે તે સમય બતાવશે હાલ તો પરિસ્થિતિ ભારેલા અગ્ની સમાન છે. 

Previous articleદામનગરમાં ધર્મધ્વજ વિષ્ણુ મંડપ યોજાયો
Next articleહિંમતનગરમાં આદશૅ આચારસહિતાનો ભંગ