વીપીપી દ્વારા તળાજા તાલુકાના વિવિધ ગામડાઓમાં રેલી કઢાઈ

973
bhav4102017-1.jpg

વ્યવસ્થા પરિવર્તન પાર્ટી દ્વારા તળાજા તાલુકાના વિવિધ ગામોમાં રેલી કાઢવામાં આવેલ. રેલી સવારે ૧૦ વાગે રાજપરાથી રવાના થઈ દિહોર, ભદ્રાવળ, ટીમાણા, રોયલ, તળાજા મુખ્ય બજાર, પાવઠી, ફુલસર, ઉંચડી, પીથલપુર, જાજમેર, પ્રતાપપરા, વેજોદરી, દાઠા અને બોરડા થઈ તળાજા ખાતે સાંજે ૬ કલાકે પૂર્ણ થયેલ. રેલીનું દરેક ગામોમાં પાર્ટીના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવેલું. રેલીમાં પ૦૦ મોટરસાયકલ અને ૧૦ ગાડીઓ જોડાયેલી. રેલીનું વિધિવત પ્રસ્થાન વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ધરમશીભાઈ ધાપા દ્વારા કરવામાં આવેલ. રેલીમાં ભાગ લેનાર વીપીપી પાર્ટીના મુખ્ય હોદ્દેદારો કે.બી. બાબરીયા, ભરતભાઈ બાંભણીયા, વલ્લભભાઈ બારૈયા (યુવા રાષ્ટ્રીય પ્રમુખ), વિષ્ણુભાઈ પંડયા (ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ), લાલજીભાઈ મકવાણા, રમેશભાઈ જેઠવા, અશોકભાઈ ગીલાતર, કિશોરભાઈ વાઘેલા, પાલીતાણા વીપીપીના પ્રમુખ પ્રવિણભાઈ રાઠોડ, રાષ્ટ્રીય ખજાનચી પ્રકાશભાઈ વાણીયા મહુવાના તાલુકા પ્રમુખ પ્રેમજીભાઈ સરવૈયા તેમજ અન્ય આગેવાનોએ ભાગ લીધો હતો.