ભાવનગર જિલ્લા માતૃ બાળ કલ્યાણ યુનિયન દ્વારા જિલ્લા પંચાયત વિકાસ અધિકારી અને આરોગ્ય અધિ.ને કેટલાંક પ્રશ્નોની કર્મચારી ભાઈ-બહેનો દ્વારા રજુઅતો કરાય હતી. રજુઅતોમાં જે બહેનોને ર૬ વર્ષ પુરા થયા છે છતા આજ સુધી ર૪નો ગ્રેડ મળેલ નથી, હેરાનગતિ મુદ્દે, ખાલી જગ્યા તાત્કાલીક પુરવા, ૩૬ કલાક કામગીરી, બાયો મેટ્રીક સીસ્ટમમાં દ્યણા પ્રશ્નો ઉભો થયા છે. કામની જવાબદારી વહેચવા, બ્લોક રીવ્યુ મિટીગ મમતા દિવસના ચેકીંગ ગ્રાન્ટ અંગે, બાળકોની યાદી, ડેટા ઓપરેશન અંગે, આમ પી.એચ.ડી.ના અનેક પ્રશ્નોની રજુઆતો થવા પામી છે. જિલ્લા પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહીને આ પ્રશ્નોની રજુઅતો કરવામાં આવી છે.