જામકા ગામે કોળી-આહિરો વચ્ચે સશસ્ત્ર ધીંગાણુ થયું

903
guj222018-2.jpg

ખાંભા તાલુકાના જામકા ગામે કોળી સમાજ પ્રમુખ કાળુભાઈ સોલંકી ઉપર આહિર સમાજના શખ્સો દ્વારા જીવલેણ હુમલો થતા ખળભળાટ થયો છે.
ખાંભા તાલુકાના જામકા ગામે કોળી સમાજ પ્રમુખ કાળુભાઈ સોલંકી પરિવાર ઉપર આહિર શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરાયો. જેમાં કોળી સમાજ પ્રમુખ કાળુભાઈ સોલંકી તથા ભગવાનભાઈ સોલંકી, કરશનભાઈ સોલંકી અને સામતભાઈ સોલંકી ઉપર આહિર સમાજના હમીરભાઈ પીઠાભાઈ જોલાપરા (વાઘ), દુલાભાઈ રામભાઈ વાઘ, નનાભાઈ રામભાઈ વાઘ, મંગાભાઈ પીઠાભાઈ વાઘ તમામે ગેરકાયદે મંડળી રચી ધારીયા, છરી લોખંડના પાઈપ અને કુહાડી જેવા તિક્ષ્ણ હથિયારો ધારણ કરી તુટી પડ્યા. જે તમામને જીવન મરણ વચ્ચે અમરેલી રીફર કરાયા જેની હાલત ગંભીર છે. આ બાબતે કલમ ૩૦૭, ૩ર૪, ૩ર૩, પ૦૪, પ૦૬ (ર) જેવી કલમો દાખલ થયેલ છે. તો સામા પક્ષે પણ ક્રોસ ફરિયાદ દાખલ થયેલ છે. જેમાં ફરિયાદી દુલારામ (જોલાપરા) વાઘે ફરિયાદમાં કાળા ટપુ સોલંકી, મનુ કાળા, ભગા આતુ, આતુ ટપુ, સામતભાઈ અને રવજી નનાને ગેરકાયદે મંડળી રચી હુમલો કરતા કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩ર૩, ૩ર૪, પ૦૪ જેવા કલમનો ગુન્હો દાખલ થયેલ છે. જેનું મુળ જર જમીન અને જોરૂ આ ત્રણેય કજીયાના છોરૂ આ ત્રણમાંથી દાખલ થયેલ. કોળી સમાજના યુવાનો જીવનમરણ વચ્ચે જોલા ખાઈ રહ્યાં છે. આ બાબતે કોળી સમાજના આગેવાનો છેક જાફરાબાદ, રાજુલાથી પહોંચી ગયા પણ પોલીસની સતર્કતાથી આહિરો અને કોળી વચ્ચે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પીએસઆઈ વાઘેલા દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.