વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ સિહોર ખાતે ગાંધી નિર્વાણ દિનની ઊજવણી કરાઇ

1635
bvn222018-1.jpg

સિહોર શહેરની શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ ખાતે તા.૩૦/૦૧/૨૦૧૮ ને મંગળવારનાં રોજ ગાંધી નિર્વાણદિન ની ઊજવણી કરવામાં આવી હતી. આ દિવસે વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પુષ્પાંજલી અર્પિત કરી હતી. તમામ વિદ્યાર્થીઓએ ગાંધીજીની પ્રિય પ્રાર્થના વૈષ્ણવ જન તો તેને રે કહીએ .. સમૂહપ્રાર્થના કરી હતી. તેમજ વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્ય અને ટ્રસ્ટીગણ દ્વારા મહાત્મા ગાંધીને લગતાં પ્રસંગો પણ વક્તવ્ય રૂપે વિદ્યાર્થીઓ સમક્ષ મૂકવામાં આવ્યા હતા. તેમજ પ્રસંગને અનુરૂપ ગીત, ભજન, વક્તૃત્વ, નિબંધ, સુલેખન, ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. વિદ્યાર્થીઓ દ્વારા મહાત્મા ગાંધીએ કહેલ સુવિચારોનું પણ વાંચન કરવામાં આવ્યું હતુ. વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સ્વચ્છતા અભિયાન અંતર્ગત શાળાની સફાઇ કરી હતી તેમજ વિદ્યાર્થીઓએ સ્વચ્છતા જાળવવા માટેનાં શપથ ગ્રહણ કર્યા હતા. આમ ગાંધી નિર્વાણ દિનની ઊજવણી શાળા ખાતે સુંદર રીતે આયોજીત કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી. 

Previous articleપાલિતાણા ખાતે શહિદ દિનની ઉજવણી કરાઈ
Next articleસંત કંવરરામ ચોક પાસેની બેકરીમાંથી રોકડની ચોરી