ઘોઘા તાલુકા મહિલા સામખ્ય દ્વારા ઔષધો અને ઉપચાર અંગેનો માર્ગદર્શન સેમીનાર યોજાયો

889
bvn622018-2.jpg

વર્ષ ૧૯૮૯ થી મહિલાઓના ઉત્કર્ષ માટે કાર્યરત એવી મહિલા સામખ્ય સોસાયટીની બહેનો દ્વારા ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના છેવાડાના વિસ્તારમાં રહેતી મહિલાઓને આરોગ્ય-શિક્ષણ અને સરકારની યોજનાઓ વિષે માહિતી મળી રહે તે માટે એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘોઘા તાલુકાના વિવિધ વિસ્તારો માંથી મહિલાઓ હાજર રહી હતી.ભારત દેશ કે જ્યાં હજુ સાક્ષરતાનો ભારે અભાવ જોવા મળી રહ્યો છે. આ સંસ્થા દ્વારા ભાવનગર ના ઘોઘા તાલુકાના મામસા ખાતે ઔષધો અને તેના ઉપચાર અંગેની માહિતી આપતો એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું .
જેમાં મહિલાઓનું એક ગ્રુપ બનાવી તેમાં માસિક રકમ જમા કરાવી બચત કરવી તેમજ તેને બેંકમાં કે પોસ્ટ માં મુકવા અંગેની જાણકારી આપવામાં આવે છે.ખાસ કરીને અંતરિયાળ વિસ્તારો કે જયાની મહિલાઓ ને સરકારની વિવિધ મહિલાલક્ષી યોજનાની કોઈ જાણકારી નથી હોતી તે આપવામાં આવે છે.સાથે સાથે જે મહિલાઓ તેના સમય માં શિક્ષિત નથી બની શકી તેના માટે ખાસ સાક્ષરવર્ગ તેમજ નિરંતર શિક્ષણ હેઠળ અભ્યાસ કરાવવામાં આવે છે. ખાસ ઔષધો અને ઉપચાર અંગેના આ સેમીનારમાં મહિલાઓને ઘર માં રહેલી ઔષધિઓથી ક્યાં ક્યાં દર્દમાં તેનો કેવી રીતે ઉપયોગ કરી શકાય તેની માહિતી આપવામાં આવી હતી 
આ કાર્યક્રમ ને સફળ બનાવવા ડી.પી.સી હર્ષિદા બેન પરમાર માર્ગદર્શન હેઠળ આસીસ્ટન ઇલાબેન પાઠકની ઉપસ્થિતીમાં ઘોઘા તાલુકાના જે.આર.પી દિપાલીબેન રાવલ દ્વારા આયોજન કરાયેલ જેમાં સી.આર.પી.નિમીષાબેન જોષી, શારદાબેન મારું, દિપ્તીબેન જોષી વિગેરેએ જહેમત ઉઠાવેલ  

Previous articleકડિયાળી પ્રા. તથા મા. શાળામાં SPCના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ યોજવામાં આવી
Next articleનંદકુંવરબા કોલેજની વિદ્યાર્થીનીઓ કચ્છના ધામણકા ગામની મુલાકાતે