વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી

1079
gandhi1582017-4.jpg

વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમીતે ગાંધીનગર પોલીસનાં સુરક્ષા સેતુ પ્રોજેક્ટ તથા ફોરેન્સીંક સાયન્સ યુનિ.નાં સંયુક્ત ઉપક્રમે આત્મહત્યા અટકે તથા યુવાનો- વિદ્યાર્થીઓમાં માનસીક તાણ સામે જાગૃકતા લાવવા પીડીપીયુ, જીએનએલયુ, નિફ્‌ટ તથા કર્ણાવતી કોલેજ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. 
જેમાં જીવન આસ્થા હેલ્પલાઇનનાં લાઇઝન ઓફિસર પીઆઇ પ્રવિણભાઇ વલેરા, જીએફએસયુનાં વિદ્યાર્થીઓ તથા પ્રોફેસર પ્રિયંકા કક્કડ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. જેમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ અને હેલ્પલાઇનની કામગીરીની વાત કરાઈ હતી. 
હેલ્પલાઇન નં ૧૮૦૦ ૨૩૩૩૩૩૦ પર રાઉન્ડથી ક્લોક ગમે ત્યારે ફોન કરીને માર્ગદર્શન મેળવી શકાતુ હોવાનું પીઆઇ વલેરાએ જણાવ્યુ હતુ. 

Previous articleગુડા વિસ્તારના ગામોમાં બે કરોડના ખર્ચે એલઈડી સ્ટ્રીટલાઈટ નખાશે
Next articleસસ્તા અનાજની દુકાનદારોની રાજ્ય વ્યાપી હડતાળની ચીમકી