સેકટર ૨૨માં બીએપીએસ સંસ્થા દ્વારા સે-૨૨ના બગીચામાં રમતોત્સવનુ આયોજન કરાયુ હતુ. જેમાં કેજીથી ધોરણ ૮ સુધીના વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો હતો. વિદ્યાર્થીઓએ મંડળની રમતમાં સ્કંધ યુદ્ધ, ગ્રીવા યુદ્ધ, ફુગ્ગો બચાવવો, જ્યારે દોડની રમતમાં લીંબુ ચમચી, કાંગારૂ દોડ, ગોળા ફેંક, ડોલ બોલ સહિતની રમતો યોજવામાં આવી હતી.