સમસ્ત કોળી સમાજના સમુહ લગ્ન

906
bhav6-2-2018-9.jpg

સમસ્ત કોળી સેવા સમાજ મંડળ પારૂલ સોસાયટી દ્વારા આજે ઘોઘારોડ, પારૂલ સોસાયટી ખાતે કોળી સમાજના સમુહ લગ્નોત્સવ યોજાયા હતા. જેમાં પ૧ યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. સમુહ લગ્નોત્સવમાં કોળી સમાજના આગેવાનો, રાજકિય આગેવાનો, આંમત્રિતો તથા સમાજના ભાઈઓ-બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા અને સમુહ લગ્નમાં જોડાનાર દંપતિઓને શુભેચ્છા પાઠવી હતી.જ્યારે તમામ પ૧ કન્યાઓને દાતાઓના સહયોગથી ઘરવખરી સહિતની ચીજવસ્તુઓ, ભેટ સોગાદો, કરિયાવર તરીકે આપવામાં આવી હતી.    તસવીર : મનિષ ડાભી