રીક્ષામાં બેસાડી પેસેન્જર પાસેથી રોકડ રકમની લૂંટ ચલાવનાર બે શખ્સો એલસીબીના સકંજામાં

678
bhav6-2-2018-8.jpg

ગઇકાલ રાત્રીનાં ભાવનગર, એલ.સી.બી.ની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં ના.રા.માં હતાં. તે દરમ્યાન ગંગાજળીયા તળાવ, પથિકાશ્રમ પાસે આવતાં ગંગાજળીયા પો.સ્ટે.માં ગુન્હાનાં કામે ઉપયોગમાં લેવામાં આવેલ અતુલશક્તિ પેસેંજર રીક્ષા નંબર- જીજે ૪ ડબલ્યુ ૬૪૮૫માં અકરમભાઇ સતારભાઇ સેલોત ઉ.વ.૨૨ રહે.ક્વાર્ટર નં.૩૧૫,નારી રોડ,કુંભારવાડા, ભાવનગર તથા દર્શનભાઇ જીતુભાઇ વાજા ઉ.વ.૨૨ રહે.ક્વાર્ટર નં.૩૧૧,કાશ્મીરી કવાટર્સ, કુંભારવાડા,ભાવનગરવાળા મળી આવેલ. તેઓ બંને પાસેથી રોકડ રૂ.૨,૭૦૦/-મળી આવેલ.જે રોકડ રૂપિયા બાબતે પુંછતા બંને ઇસમોએ ગઇ તા.૦૩/૦૨/૨૦૧૮નાં સાંજના સમયે તળાવમાંથી બે પેસેન્જરને બેસાડી વિક્ટોરીયાપાર્ક બાજુ લઇ જઇ છરી બતાવી તેઓના રૂપિયા લુંટી લીધેલ તે હોવાનું જણાવેલ. જે રોકડ રૂ.૨,૭૦૦/- તથા અતુલશક્તિ રીક્ષા રજી.નં.જીજે ૪ ડબલ્યુ ૬૪૮૫ કિ.રૂ.૨૫,૦૦૦/-મળી કુલ રુ.૨૭,૭૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ.અને બંને ઇસમ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે. આમ, રીક્ષામાં બેસાડી પેસેન્જર પાસેથી રૂ.૨,૭૦૦/-ની લુંટ ચલાવતાં બે ઇસમને ઝડપી પાડી લુંટનો ગુન્હો શોધી કાઢવામાં ભાવનગર,એલ.સી.બી.ને સફળતા મળેલ છે.
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા એલ.સી.બી. સ્ટાફનાં હર્ષદભાઇ ગોહિલ, જયવિરસિંહ ચુડાસમા, ધર્મેન્દ્દસિંહ સરવૈયા, ભીખુભાઇ બુકેરા, સત્યજીતસિંહ ગોહિલ, સંજયસિંહ ઝાલા, શકિતસિંહ ગોહિલ, મીનાજભાઇ ગોરી, ભરતભાઇ જોષી વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Previous article સમસ્ત કોળી સમાજના સમુહ લગ્ન
Next article લોંગડી હાઈ-વે પર કાર-ટ્રકનો અકસ્માત