લોંગડી હાઈ-વે પર કાર-ટ્રકનો અકસ્માત

1336
bhav6-2-2018-5.jpg

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના લોંગડી હાઈવે પર આજે રાત્રિના સુમારે હોન્ડા ક્રિએટા કાર નં.જીજેસીઆર પ૩ અને ટ્રકનો ધડાકાભેર અકસ્માત થતા કારને ભારે નુકશાન થવા પામ્યું છે. જેમાં ચાલક સહિતને ઈજા થવા પામી હોવાનું પ્રાથમિક જાણવા મળેલ છે. બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. વધુ વિગતની રાહ જોવાઈ રહી છે.