બ્રહ્માકુમારીઝનો ૩૦મો વાર્ષિકોત્સવ અને બ્રહ્માકુમારીઝનાં નવનિર્મિત જગદંબા ભવનનો ભવ્ય ઉદઘાટન સમારોહ યોજાયો

844
gandhi7-2-2018-1.jpg

મોટા ચિલોડા ચારરસ્તા પર આકાર પામેલ બ્રહ્માકુમારીઝનાં નવનિર્મિત ‘જગદંબા ભવન’નું બ્રહ્માકુમારીઝનાં સહ મુખ્ય પ્રશાસિકા રાજયોગિની રતનમોહિ ની દાદીજી દ્વારા સંસ્થાનાં મહાસચિવ રાજયોગી ભ્રાતા  બી.કે. નીર્વૈરભાઈ, ડીઆઇજી સીઆરપીએફ રાજેશ ઢકરવાલ, ઇન્દ્રાણી મેડમ, બ્રહ્માકુમારીઝ મહિલા પ્રભાગના રાષ્ટ્રિય સંયોજિકા બી.કે. શારદાબેન, યુવા પ્રભાગના રાષ્ટ્રિય સંયોજિકા બી.કે. ચન્દ્રિકાબેન, ગાંધીનગર સેવાકેન્દ્ર સંચાલિકા કૈલાશ દીદીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.
ઉદઘાટન ફંક્શન સ્થળ ઓમ લેન્ડમાર્ક એજ્યુકેશન કેમ્પસ ખાતે રાખેલ.જેમાં આયોજિત સાંસ્કૃતિક માં ગાંધીનગરનાં બ્લ્યુ બબલ એકેડેમીનાં ૩૨ જેટલા કલાકારો એ ભ્રાતા કશ્યપભાઈ નિમાવતનાં નિર્દેશન તળે ગણેશ વંદના, સ્વાગત ગીત, ગરબા રાસ અને નૃત્ય નાટિકા જેવી વિવિધ કૃતિઓ રજુ કરી સૌના મન મોહી લીધા હતાં. બ્રહ્માકુમારીઝ, માઉન્ટ આબુથી પધારેલ મધુરવાણી ગ્રુપનાં બ્રહ્માકુમાર સતીશભાઈ, નિતીનભાઈ અને ગોવિંદભાઈએ  પણ વિવિધ આધ્યાત્મિક ગીતોની રસલ્હાણ કરાવેલ. જ્યારે સ્ટેજ ફંક્શનમાં મહેમાનોનું પુષ્પો દ્વારા સ્વાગત, ગીત દ્વારા સ્વાગત કરવામાં આવેલ. ચિલોડા સેવાકેન્દ્ર સંચાલિકા બી.કે. તારાબેને શબ્દોથી સ્વાગત કરેલ. સેવા કેન્દ્રનાં ૩૦માં વાર્ષિકોત્સવ નિમિત્તે કેક કટિંગ, નવનિર્મિત જગદંબા ભવનનાં ઉદઘાટન પ્રસંગે મન મંચાસીન મહેમાનો અને કેન્ડલ લાઈટીન્ગનાં ૬૦ જેટલા આમંત્રિત મહેમાનો દ્વારા ભવ્ય કેન્ડલ લાઈટીન્ગ કરવામાં આવેલ.
આ પ્રસંગે રાજયોગિની રતનમોહિની દાદીજી, રાજયોગી  બી.કે. નીર્વૈરભાઈનું શહેરની સંસ્થાઓ દ્વારા મોમેંટો ભેટ કરી સન્માન કરવામાં આવેલ. બી.કે. શારદાબેન ના પ્રાસંગિક પ્રવચન અને બી. કે. ચન્દ્રિકાબેનના યોગાભ્યાસથી આમંત્રિત મહેમાનો ખુબ પ્રભાવિત થયેલ. કાર્યક્રમનો સ્કૂલના ૭૦૦ બાળકો મળી  આશરે ૩,૦૦૦ જેટલા ભાઈ બહેનો એ લાભ લીધેલ. 

Previous article કોલેજોમાં ચાલતી સેમેસ્ટર પદ્ધતિ અંગે જરૂરી સુધારા વધારા કરવા રાજ્ય સરકારની વિચારણા
Next articleપોલીસ ગમે તે કારણ બતાવે, વાસ્તવિકતા આખુ ગુજરાત જાણે છે : પરેશ ધાનાણી