વિક્ટર ગ્રા.પં.માં મકવાણા પરિવારનો દબદબો યથાવત : પરીતાબેન મકવાણાનો ૯૭ મતે વિજય

1064
guj7-2-2018-3.jpg

રાજુલા તાલુકાના વિક્ટર ગામે ગત તા.૪-રના રોજ યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ વખતે રેકોર્ડબ્રેક મતદાન થયું હતું અને મતદાતાઓએ ઈવીએમ છલકાવીને બન્ને મહિલા સરપંચ પદના ઉમેદવારોના ભાવી વિશે ફેંસલો કર્યો હતો ત્યારે અહીં ભાજપ-કોંગ્રેસ પ્રેરીત બન્ને ઉમેદવારો અને સમર્થકો પોતપોતાની જીતના દાવા વચ્ચે આજરોજ રાજુલા કચેરી ખાતે કરવામાં આવેલ મતગણતરી દરમિયાન ૯૭ મતે પરીતાબેન મહેશભાઈ મકવાણાનો ભવ્ય  વિજય થયો હતો તેમજ પરીતાબેન પ્રેરીત પેનલમાં ઉપસરપંચ રમેશભાઈ ભટ્ટ, દાદુભાઈ ગાહા, ધીરૂભાઈ મકવાણા સહિત ચૂંટાયા હતા. નવનિયુક્ત સરપંચ અને યુવા બ્રિગેડ મહેશ મકવાણાને પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, કમલેશભાઈ મકવાણા, રણછોડભાઈ મકવાણા, રેમાનભાઈ ગાહા, ચંદુભાઈ સાંખટ, શાહિદ ભટ્ટી, રાજુભાઈ મકવાણા સહિતે આવકારીને અભિનંદન પાઠવ્યા હતા.