ઉના શહેરમાં નર્મદા રથ યાત્રાનું શાનદાર સ્વાગત

1579
guj1582017-1.jpg

ઉના શહેરમાં ગઇકાલે મા નર્મદા મહોત્સવ અંતર્ગત આયોજીત નર્મદા રથનું સાંજના આગમન થતા યુવાનોએ બાઇક રેલી સાથે સ્વાગત કર્યુ હતુ. તેમજ કળશધારી બાળાઓએ નર્મદા મૈયાની આરતી-પૂજન કરી ધન્યતા અનુભવી હતી.
ઉના શહેરનાં વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરી નર્મદા રથ યાત્રા પાર્ટી પ્લોટ ખાતે આવી પહોંચતા પૂર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડ, નગરપાલિકા ઉપપ્રમુખ દાદાબાપુ, અગ્રણી સામતભાઇ ચારણીયા, પ્રાંત અધિકારી પ્રજાપતિ, મામલતદાર માવદીયા સહિતનાં અધિકારીઓ-પદાધિકારીઓ નર્મદા રથયાત્રાનાં સ્વાગત-પૂજનમાં સહભાગી થયા હતા.
નર્મદા રથયાત્રાનાં સ્વાગત પૂજન બાદ પાર્ટી પ્લોટ ખાતે શાહ એચ.ડી. હાઇસ્કુલનાં વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ નમામી દેવી નર્મદે નાટક તથા સાંસ્કૃતિક કાર્યક્રમ ઉપસ્થિત નગરજનોએ  માણ્યો હતો.      

Previous articleમાછીમારી બોટને ડીઝલ ઉપર વેટ રાહત માટેના નવા નિયમો દુર કરવા રજુઆત
Next articleવેરાવળ સુન્ની મુસ્લીમ જમાત દ્વારા ગીર સોમનાથ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર