હવે ૪૦ કિમીથી વધુ સ્પીડ રાખશો તો દંડ ભરવો પડશે

535

શહેર પોલીસ કમિશનર દ્વારા સ્પીડગતિ મર્યાદાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં લાઇટ મોટર વેહિકલથી નીચેનાં વાહનો માટે ૪૦.કિ.મીની સ્પીડ મર્યાદા અને ભારદારી વાહનો માટે ૩૦ કિ.મીની સ્પીડ મર્યાદા નક્કી કરાઇ છે. શહેરનાં જુદાં જુદાં સ્થળો પર લેઝર સ્પીડગન દ્વારા ઓવર સ્પીડ માપી વાહન ચાલકોના ફોટા પાડી સ્થળદંડની કામગીરી હાથ ધરવામાં આવશે.

જીએસએફસીથી છાણી જકાતનાકા સુધી, બરોડા ડેરીથી તરસાલી, લાલબાગ ફાટકથી વિશ્વામિત્રી ઓવરબ્રિજ થઇ અક્ષરચોક થઇ રેસકોર્સ સર્કલ, સારાભાઈ ચાર રસ્તાથી વીઆઇપીરોડ થઈ ગોલ્ડન ચોકડી સુધી,કારેલીબાગ ટાંકી થી આજવા અને વાઘોડિયા ચોકડી સુધી, છાણી જકાતનાકાથી નિઝામપુરા ફતેગંજ સર્કલ,કાલાઘોડા જેલ રોડથી લાલબાગ ફાટક, સ્ટેશન, જેતલપુર રોડ સહિતના જાહેર રસ્તાઓ પર.

Previous articleદુબઇના પ્રિન્સ શેખ મોહમ્મદની છઠ્ઠી પત્ની ૨૭૧ કરોડ રૂપિયા લઇ રફ્ફૂ
Next articleATM કાર્ડની અદલાબદલી કરી પૈસા ઉપાડતો યુવાન ઝબ્બે