શંકાસ્પદ હાલતમાં હોમગાર્ડ જવાનનો મૃતદેહ મળી આવ્યો

1017
bvn922018-8.jpg

બોટાદના રાણપુર ગામેથી હોમગાર્ડ જવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ગઈકાલ બપોરે ઘરેથી નોકરી જવાનું કહી નિકળ્યા બાદ આજે સવારે શંકાસ્પદ હાલતે મૃતદેહ મળતા ભારે ચક્ચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગત મુજબ, બોટાદના રાણપુર ગામે રહેતા અશોકભાઈ શિવરામભાઈ પીપળીયા ઉ.વ.૩૦ હોમગાર્ડમાં ફરજ બજાવે છે. અશોકભાઈ ગઈકાલે નોકરી જવા ઘરેથી નિકળ્યા હતા. રાણપુર કોર્ટ સંકુલમાં રાત્રિના ૧ર વાગ્યા સુધી નોકરી હતી. દરમ્યાન આજે સવારે રાણપુરના ક્રિષ્ના કોમ્પ્લેક્ષ અને જન્મભુમી હાઈસ્કુલ વચ્ચે આવેલા નવેળામાંથી અશોકભાઈને શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ જરૂરી કેસ કાગળો કરી મૃતદેહને પેનલ પી.એમ. અર્થે ખસેડાયો હતો. બનાવ અકસ્માતો છે કે હત્યાનો તે પી.એમ. રીપોર્ટ આવ્યા પછી જાણવા મળશે તેમ સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.