વૃધ્ધ દંપતિને ચાર ઈસમોએ છરીની અણીએ લૂંટી લીધા

582
bvn922018-6.jpg

ઉમરાળા તાબેના રતનપર ગામે ગત મોડીરાત્રે ચાર ઈસમો વૃધ્ધ દંપતિના ઘરમાં ઘુસી જઈ છરીની અણીએ લૂંટ ચલાવી નાસી છુટ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
બનાવની મળતી વિગત મુજબ, ઉમરાળાના રતનપર ગામે રહેતા લખમણભાઈ રવજીભાઈ નાવડીયા અને તેમના પત્ની ઘરે હતા ત્યારે મોડીરાત્રે ચાર ઈસમો ઘરમાં ઘુસી જઈ છરી બતાવી વૃધ્ધ લખમણભાઈના સોનાના ચાર બટન કિ.રૂા.૧પ હજાર અને ૧૦ હજાર રોકડા મળી કુલ રૂા.૪૦ હજારની લૂંટ ચલાવી નાસી છુટ્યા હતા. બનાવ અંગે લખમણભાઈ નાવડીયાએ ઉમરાળા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ કે.જે. કરપડાએ હાથ ધરી છે.

Previous articleશંકાસ્પદ હાલતમાં હોમગાર્ડ જવાનનો મૃતદેહ મળી આવ્યો
Next articleપરીક્ષામાં માનસિક તાણ અનુભવતા વિદ્યાર્થીઓને મોદી ૧૬ ફેબ્રુ.એ ટિપ્સ આપશે