રાજુલા તાાલુકામાં બનતા નવા રોડમાં ભારોભાર ભ્રષ્ટાચાર

618
guj10-2-2018-8.jpg

ભલે જીલ્લા પંચાયત કોંગ્રેસની તો પણ કરોડો રૂપિયા રોડ માટે મંજુર કર્યા ભાજપ સરકારે અને રોડના કામોમાં ભારો ભાર ભ્રષ્ટાચાર જેમાં માંડરડીથી ધારેશ્વર, ધાંડલાથી ભાક્ષી, નવાગામથી દાધીયા અને ચારોડીયાથી ધારેશ્વર રોડમાં લોટ પાણી અને લાકડા થયા.
રાજુલા તાલુકાના ચાર રોડ અતિ મહત્વના હોય જે કોંગ્રેસની જિલ્લા પંચાયત પણ કરોડો રૂપિયાના રોડ રસ્તાઓ મંજુર કર્યા ભાજપ સરકારે પણ જિલ્લા પંચાયત હસ્તકના બનતા નવા રોડમાં લોટ પાણી અને લાકડાના પર્દાફાશ થયો છે. જેમાં માંડરડીથી ધારેશ્વર, ધાંડલાથી ભાક્ષી, ચારોડીયાથી ધારેશ્વર અને કુંડલા તાલુકાના ગામ દાધીયાથી નવાગામ રોડને નવેસરથી ડામરથી મઢવા ભાજપ સરકારે મંજુર કરેલ હોય પણ આ રોડના કામમાં મેટલીંગથી માંડીન નાળા પુલીયામાં કોંકરેટ પ્રક્રિયા હાલ શરૂ છે. જેમાં રેતીમાં સિમેન્ટ માત્ર સુંધાડવામાં જ આવે છે. અને મેટલ પણ હલકી ગુણવત્તાવાળી જે એક જ ચોમાસામાં લાખો રૂપિયાનો બનેલ રોડ ખતમ થઈ જશે કે જેના માથે માત્ર ડામરનો આછો થર પાથરી તગડા બીલ લઈ રહ્યા છે. ત્યારે રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ વલ્કુભાઈ બોસે ક્વોલીટી કંટ્રોલ બાંધકામ સચીવ ડી.ડી.ઓ. વગેરેને લેખીતમાં પત્ર લખી જણાવેલ છે કે તમો તાત્કાલિક ધોરણે કામ બંધ રખાવી ખુદ રૂબરૂ ચકાસણી કરો પ્રજાના પરસેવાના રૂપિયાનું પાણી થતું અટકાવી સારી કવોલીટી વાળો રોડ બને તેવું ઘટતુ કરવા અને ભ્રષ્ટાચારીઓને કડક સજા થાય તેવી તાલુકાની જનતાવતી લાગણી અને માંગણી છે અને રોડમાં થતો ભારોભાર ભ્રષ્ટાચારના ભાગીદાર અધિકારીઓથી આગેવાનો એક પણને ન છોડાય અને ન્યાયીક તપાસ કરી ભાજપ સરકારે આપેલ કરોડો રૂપિયાની ગ્રાંટ એળે ન જાય તેવું ઘટતું કરવા રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ વલ્કુભાઈ બોસે ગંભીરતાપુર્વક માંગણી કરી હતી. 

Previous article ટીવાયની પરીક્ષા ૧૦ દિવસ પાછી લઈ જવા એબીવીપી દ્વારા રજૂઆત
Next article જાફરાબાદ કોળી સમાજ દ્વારા ૭મો સમુહ લગ્નોત્સવ ઉજવાયો