જાફરાબાદ કોળી સમાજ દ્વારા ૭મો સમુહ લગ્નોત્સવ ઉજવાયો

1812
guj10-2-2018-7.jpg

જાફરાબાદ ખાતે સમસ્ત તળપદા કોળી સમાજના સાતમા સમુહ લગ્નનું ભવ્ય આયોજન થયું હતું. વરઘોડા બાદ દીપ પ્રાગટય આવેલા સંતો-મહંતો તથા પુર્વ ધારાસભ્ય હિરાભાઈ સોલંકી તથા કોળી સમાજના પ્રમુખ કરણભાઈ બારૈયાના હસ્તે કરવામાં આવ્યું. સમુહલગ્નમાં ર૭ નવદંપતિએ પ્રભુતામાં પગલા માંડયા કન્યાને કરીયાવરમાં દાતાઓ ઉદાર હાથે દાન આપેલ આ કાર્યક્રમને દીપાવવા અને નવ વરવધુને આર્શિવાદ આપવા કોળી સમાજના પટેલ સરજાણભાઈ બારૈયા, પાલાભાઈ પરમાર, જીવનભાઈ બારૈયા, ચંદુભાઈ પટેલ, જિલ્લામંત્રી ચેતનભાઈ, ચંદુભાઈ ફર્નીચર પ્રવિણ પટેલ, કાંતિભાઈ નગરપાલિકા તેમજ આગેવાનો ખારવા સમાજના પટેલ નારણભાઈ બાંભણીયા, નરેશભાઈ બારૈયા, રામજીભાઈ બોટ એસોસીએશનના પ્રમુખ, તથા આગેવાનો મુસ્લિમ સમાજના ઈસુબભાઈ દરબાન, યુસુબ પટેલ, ઉમરભાઈ, અફઝલભાઈ નેશડી સમાજના અડુભાઈ, દાદુભાઈ કાજી, હનીફભાઈ પંજાબ, કાસમભાઈ, રહીમભાઈ મન્સુરી, ભાડેલા સમાજના ઉમરભાઈ, ચીડુભાઈ તથા આગેવાનો, કબીરભાઈ વિવિધ સમાજના આગેવાનો તથા વેપારી એસોસીએશનના પ્રમુખ હર્ષદદાદા અને તેની ટીમ તેમજ જાફરાબાદ તાલુકાથી પધારેલા સરપંચો તથા સભ્યો જાફરાબાદ કોળી સમાજના વિવિધ મંડળોના પ્રમુખ અને સભ્યો હાજર રહ્યા હતાં. 
આ આયોજનને સફળ બનાવવા માટે સહયોગીની હાજરીમાં અલ્ટ્રાટેક સીમેન્ટના એમ.વી.રમણા રાવજી, વિજય એક ટેજી. બાબુ રાઈલીજી, પંકજ અગ્રવાલજી, ભુપેન્દ્રજી, સાકરીયાજી, તથા જીએસસીએલના હેડ રાણાની ખાસ હાજરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં હમીરભાઈ સોલંકી, કમલેશભાઈ બારૈયા, વિઠ્ઠલભાઈ સોલંકી, દિશીથભાઈ પરમાર અને પંચ કમીટીએ ખુબ મહેનત કરેલ હતી. 

Previous article રાજુલા તાાલુકામાં બનતા નવા રોડમાં ભારોભાર ભ્રષ્ટાચાર
Next article બરવાળાના રોજીદ પ્રા. શાળામાં આરોગ્ય તેમજ ટોબેકો કન્ટ્રોલ કાર્યક્રમ યોજાયો