રાજુલા અને ટીંબી માર્કેટ યાર્ડમાં ભગવો લહેરાયો : કોંગ્રેસનો સફાયો

656
guj10-2-2018-4.jpg

રાજુલા, ટીંબીની માર્કેટ યાર્ડમાં ભગવો લહેરાયો બન્ને યાર્ડમાં જાફરાબાદ નગરપાલિકા માફક એક પણ કોંગ્રેસનો સભ્યજ ન મળ્યો. રાજુલામાં વાઈસ ચેરમેન પદે સામતભાઈ વાઘ વિજેતા થયા.
હીરાભાઈ સોલંકીને ધારાસભામાં ગુમાવ્યા બાદ જનતામાં હૃદયથી કચવાટ તેના બદલા રૂપી પ્રથમ જાફરાબાદ નગરપાલિકામાં કોંગ્રેસનો એક ઉમેદવાર ન મળ્યો અને ર૮-ર૮ સીટ ભાજપને ધરી દેતી જનતા ત્યારબાદ આજે એક જ દિવસમાં બે માર્કેટ યાર્ડમાં ભગવો લહેરાવ્યો જ્યાં પણ કોંગ્રેસને એક પણ સભ્ય ન મળ્યો અને રાજુલા માર્કેટ યાર્ડની તો યાર્ડના બિનહરીફ સતત ૪-૪ ટર્મથી ચૂંટાઈ આવતા ચેરમેન જીગ્નેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યાર્ડ ખાતે વાઈસ ચેરમેનની ચૂંટણી કરાતા આહિર સમાજ અગ્રણી સામતભાઈ વાઘની સતત આઠમી વખત બિનહરીફ વરણી કરવામાં આવેલ સાથે માર્કેટ યાર્ડના તમામ ડાયરેક્ટરોએ પણ કરી બતાવ્યું. જેમાં ડાયરેક્ટર જશુભાઈ ખુમાણ, ચીથરભાઈ જીંજાળા, જસમતભાઈ કલસરીયા, છગનભાઈ ધડુક, શામજીભાઈ ચૌહાણ, રમેશભાઈ વસોયા, મનુભાઈ ધાખડા, ધીરૂભાઈ રાદડીયા, રાજેશભાઈ પરસાણા, રહેમાનભાઈ સેલોત, દુલાભાઈ વાવડીયા, રાજેશભાઈ લાડવા સહિત ડીરેક્ટરો તેમજ આ પ્રસંગે દરેક જ્ઞાતિના અગ્રણીઓ તેમજ ભાજપના આગેવાનો હાજર રહી વાઈસ ચેરમેન સામતભાઈ વાઘને શુભેચ્છા પાઠવેલ.

Previous articleનાગેશ્રી ખાતે કોળી સમાજનાં ચોથા સમુહ લગ્નોત્સવ યોજાયા
Next article સરકારી મગફળી વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ, બેની ધરપકડ