સરકારી મગફળી વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ, બેની ધરપકડ

1014
guj10-2-2018-1.jpg

કચ્છ- ભચાઉમાં સરકારી મગફળીના જથ્થાને બારોબાર વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સરકારી મગફળી વેચવા આવતાં બે જણની પોલીસે ધરપકડ કરી છે.ભચાઉ છઁસ્ઝ્રમાં મગફળી વેચવા આવેલા ૨ શખ્સો પર વેપારીઓને સરકારી મગફળી વેચવા આવ્યા હોવાની શંકા જતાં વેપારીઓ પોલીસને જાણ કરી હતી, પોલીસ આવીને તપાસ કરતાં મગફળીના જથ્થા પર સરકારી માર્કો હતો. જે પછી પોલીસે બંનેની અટકાયત કરી હતી. આધાર પુરાવા વગરના ૩૫ હજારના મગફળીના જથ્થા પર સરકારી માર્કો હતો.
ગાંધીધામ સ્થિત એક મગફળીના ગોડાઉનમાંથી આ જથ્થો લાવ્યા હોવાની કબૂલાત કરી હતી. અને પોલીસે આ બંનેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Previous article રાજુલા અને ટીંબી માર્કેટ યાર્ડમાં ભગવો લહેરાયો : કોંગ્રેસનો સફાયો
Next article ગુજરાતમાં પીવાના પાણીનુ જળસંકટ ટળ્યું : વિજય રૂપાણી