વિહિપ દ્વારા રક્તદાન કેમ્પ સાથે કાર સેવકોને શ્રધ્ધાંજલી અપાઈ

592
bvn3112017-12.jpg

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજરોજ શહિદકાર સેવકોને શ્રધ્ધાંજલી અર્પવા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રામજન્મભૂમિ આંદોલનના શહિદકાર સેવકોને શ્રધ્ધાંજલી અર્પવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહેરના ઘોઘાગેટ ચોક ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટીસંખ્યામાં વીએચપીના કાર્યકર્તાઓ તથા નગરજનોએ રક્તદાન કર્યુ હતું. આ કાર્યક્રમમાં વીએચપી મહામંત્રી કિરીટભાઈ મિસ્ત્રી સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.