સિહોરમાં ઉનાળાના આરંભે પાણીનો કકળાટ

789
bvn1922018-1.jpg

સિહોરમાં હાલ પાણી બાબતે મોકાણો શરૂ થઈ છે. જેમાં સિહોરના આધાર-સ્થંભ સમા ગૌતમેશ્વર તળાવ નબળા ચોમાસાને કારણે ખાલી ખમ છે. હાલ સિહોર પાલિકા દ્વારા મહીપરીએજના પાણી તથા અમુક ડારથી પાણી વિતરણ શરૂ છે. જે ૧૦ થી ૧પ દિવસે ૧ વાર પાણી વિતરણ થાય છે. પ્રજા પાણી માટે વલખા મારતી જોવા મળે છે. સોસાયટી કે શેરી મહોલ્લા કે નગરમાં એક જ ચર્ચા તમારે આજે પાણી આવ્યું? કયારે આવશે?
સરકારની વિવિધ યોજનાઓ દ્વારા સંમ્પો બનાવવામાં આવે છે. પરંતુ પાણી વગર ખાલી ખમ જોવા મળે છે. અથવા તો પાણી વિતરણ વ્યવસ્થાનો અભાવ પાલિકા દ્વારા સરકાર દ્વારા ફિલ્ટર સ્ટેશન માટે મળેલ ગ્રાન્ટમાંથી પાલિકાએ ફિલ્ટર સ્ટેશન બનાવ્યું છે પરંતુ   લોકોના આરોગ્ય સાથે થતા ચેડામાં પાલિકાના સત્તાધીશો આંખ આડા કાન કરે છે. 
વારંવાર ફરિયાદો ઉઠે છે કે દુર્ગધયુકત પાણી વિતરણ થાય છે.  તે પણ ૧પ દિવસ હાલ સ્વાઈન ફલ્યુના ભરડામાં ગુજરાત સપડાયું છે. પરંતુ પાલિકાને તો માત્ર ઉંધવામાં જ રસ છે.  નથી કોઈ તકેદારીના ભાગરૂપે વ્યવસ્થા કે નવી આવડત. 
ઉનાળાના પ્રારંભે પાણી અંગે પ્રશ્નોની હારમાળાઓ સર્જાય છે. તો હજુ તો પુરો ઉનાળો બાકી છે. લોકો પાણી વગર તડફડીયા મારતા જોવા મળે તેવા દિવસો દુર નથી. અમુક વિસ્તારોમાં પાણીનો બેફામ વેડફાટ જોવા મળે છે. બજારોમાં બેફામ પાણીની રેલમછેલ જોવા મળે છે. જયારે લોકો વિચારે છે. પીવાના પાણી મળતા નથી અને બજારોમાં પાણીની રેલમછેલ કેમ?