વડોદરા કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય, મેયર સહિત ભાજપમાં જોડાયા

755
guj1582017-7.jpg

આજરોજ વડોદરાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય – વડોદરાના પૂર્વ મેયર તથા પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન દલસુખભાઈ પ્રજાપતિ એમના ૫૦૦ થી વધુ કાર્યકર્તાઓ સાથે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.
પ્રદેશ કાર્યાલય કમલમ્‌ ખાતે બપોરે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ મધ્યઝોનના પ્રભારી અને પ્રદેશ ભાજપના મહામંત્રીશ્રી શબ્દશરણ બ્રહ્મભટની ઉપસ્થિતિમાં દલસુખભાઈ પ્રજાપતિ, પૂર્વ કાઉન્સિલર વિપુલભાઈ પટેલ સહીત કોંગ્રેસના ૫૦૦ થી વધુ વડોદરા શહેર અને જિલ્લાના આગેવાનો અને કાર્યકર્તાઓને ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા. આ ઉપરાંત કરજણ તાલુકાના કોંગ્રેસના પ્રમુખ ઠાકોરભાઈ પટેલ, જિલ્લાના કોંગ્રેસના મંત્રી પદ્યુમ્નસિંહરાજ સહીત ૧૦૦ જેટલા કરજણ વિધાનસભા ક્ષેત્રના કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપનો ભગવો ધારણ કર્યો હતો.
કોંગ્રસની ગુજરાત અને વિકાસ વિરોધી રીતિનીતિથી કંટાળી સૌ ભાજપની વિકાસની વિચારધારાને સ્વીકારી ભાજપના પ્રદેશ મહામંત્રી કે. સી. પટેલ, વડોદરા મહાનગર અધ્યક્ષ રંજનબેન ભટ્ટ, પ્રવક્તા ભરતભાઈ પંડ્યા અને કરજણના ધારાસભ્ય સતિષભાઈ પટેલની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.

Previous articleસિહોરમાં નર્મદારથનું સ્વાગત
Next articleઉ.કૃ.નગર વોર્ડમાં નર્મદા રથનું સ્વાગત