ભાંકોદરની સ્વાઈ એનર્જી કંપનીએ કામના નાણા ન ચુકવતા ગ્રામજનો દ્વારા ચક્કજામ

729
guj1422018-3.jpg

જાફરાબાદના ભાંકોદરની મહાકાય કંપની સ્વાઈ એનર્જી સામે ગામ લોકોનો કંપનીમાં જવા આવવાનો રોડ ચક્કાજામ કર્યો. કંપનીએ ગામવાસીઓના કામના લાખો રૂપિયા નહીં ચુકવાતા ગ્રામવાસીઓ અને કંપની સામસામે આવી ગયા કંપનીમાં જવાનો મેઈન રસ્તો જ બંધ કરી દીધો. કંપનીએ સમાધાનની પ્રોસીજર મથામણ છતાં સ્થિતિ જેમની તેમ થતા આખરે કંપનીએ પોલીસ રક્ષણ માંગતા પીએસઆઈ આર.ટી. ચનુરા ઘટનાસ્થળે જઈ કોઈ કાયદો વ્યવસ્થાનો ભંગ ન થાય તેવી રીતે સમજણથી શાંતિ ઉકેલના પ્રયાસો શરૂ કરાયા હતા. પુનાભાઈ ભીલે જણાવેલ મુળ કંપની છે. સ્વાઈ એનર્જી તેણે મહાકાય દરિયામાં કંપની ઉભી કરવા કામ આપ્યુ. અબુધાબીની એનએમડીસી અને તેણે પેટા આપ્યું ધરતી પ્રાઈવેટ કંપનીને અને તે મહાકાય કંપનીમાં જોઈતી વસ્તુઓ લાવવા માટે ગામ લોકોના વિકાસના બહાને પુનાભાઈ ભીલ જેવાને કામ આપી મજુરીના લાખો રૂપિયા ન આપતા દેકારો થયો. હવે અબુધારીવાળી કંપની ભાગી જવાના પેતરાની ગંધ ગામ લોકોને આવી જતા ગામ લોકોએ કર્યો હલ્લાબોલ અને કંપનીને આવવા જવાના રસ્તા કર્યા ચક્કાજામ કંપનીને ગામ લોકોના રૂપિયા બાકી રાખી ભાગી જવાની તૈયારી કરી રહી હોય ત્યારે પોલીસ આવે તોય ગામ લોકો ન્યાયીક રીતે લડી રહ્યાં હોય કંપનીના અધિકારીઓએ પુનાભાઈને કંપનીના અધિકાર ખંડવા આશ્વાસન આપેલ છે તેમજ સરપંચ સાદુળભાઈ પણ એમ કહે છે. કંપની આવવાથી સ્થાનિક ગામનો વિકાસ થવો જોઈએ તેના બદલે ગામની જનતાને શીશામાં ઉતારવાનું બંધ કરી તમામમાં પેમેન્ટ કરી દયો એટલે કોઈ બબાલ જનથી શા માટે ગામની સામે વિરોધ કરો છો. જનતા રૂપિયા મજુરીના છે તેની લડત સાચી છે બાકી કંપની સામે અમારે કોઈ વાંધો નથી તેમ જણાવેલ.