બાલાજી વિન્ડ પાર્કમાં ૩.૬૭ લાખની ચોરીથી ચકચાર

469

ગાંધીનગર ખોરજ ગામ ખાતે આવેલા બાલાજી વિન્ડ પાર્ક એપાર્ટમેન્ટમાં પતિના મોતને પગલે વતન ગયેલા પરિવારનો સામાન ખાલી કરી દેનાર બે શખ્સો સામે ચોરીની ફરિયાદ નોંધાઈ છે. પતિએ ટોકન ભરીને ફ્લેટ લીધો હતો જેના બાનાખત અને લોનપ્રોસેસ પહેલાં જ તેમનું મોત થયું હતું. ફ્લેટમાં રહેવા આવી ગયેલો પરિવાર વતન ગયો તે સમયે તેમનો સામાન ખાલી કરી દેવાતા ઘણી વસ્તુઓ ગુમ થતાં ૩.૬૭ લાખની મત્તાની ચોરીની ફરિયાદ નોંધાઈ છે.

બાલાજી વિન્ડપાર્ક એપાર્ટમેન્ટમાં હ્લ-૨૦૩,૨૦૪ રહેતાં હંસાબેન લાલજીભાઈ ધાવડા (૪૫ વર્ષ) અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ઓક્ટોબર-૨૦૧૮માં તેમના પતિએ ખોરજ ગામની સીમમાં આવેલો આ બે ફ્લેટ લેવાનું નક્કી કર્યું હતું. ૧.૭૬ કરોડમાં નક્કી થયેલા બંને ફ્લેટ માટે તેમણે ૩૦ લાખ ટોકન પેટે ભરતભાઈ ભટ્ટને આપ્યા હતા.

નવેમ્બર-૨૦૧૮માં મકાનનું બાનાખત તથા લોનની પ્રોસેસ થાય તે પહેલાં અચાનક બીમાર પડેલાં લાલજીભાઈનું મોત થયું હતું. જેને પગલે હંસાબેન પોતાના બે પુત્રો એન બે પુત્રીઓ સાથે વતન જામખંભાડીયના કંચનપુર ગયા હતા. ૨૨ જાન્યુઆરીના રોજ તેઓ ગાંધીનગર પરત ફર્યા ત્યારે ભરતભાઈ ભટ્ટના મેનેજર હાર્દીક ખેતીયા થા સિક્યુરિટી ગાર્ડે પરિવારને ફ્લેટમાં પ્રવેશવા દીધો ન હતો. ઘર છીનવાઈ જતા હંસાબેન મે મહિનામાં ગાંધીનગર કોર્ટમાં સ્પેશ્યલ દિવાની દાવો દાખલ કર્યો હતો. જેન પગલે કોર્ટે મકાનના પંચનામા માટે કોર્ટ કમિશનરની નિમણુંક કરી હતી.

પોલીસ ફરિયાદ મુજબ બેલીફ તથા કોર્ટના માણસો પંચનામા સમયે તેઓ ફ્લેટ પર ગયા ત્યારે દરવાજાના તાળા બદલાઈ ગયા હતા. ફ્લેટ ખોલતા અંદર પડેલો ઘરવખરી તેમજ કિંમતી સામાન ગુમ હતો. જે બાબતે મહિલાએ પૂછતા હાર્દિકે કઈ જાણતો ન હોવાનું કહ્યું હતું.

૨૬ જુનના રોજ મહિલા પોતાના સંબંધી સાથે પુત્રનું બુલેટ લેવા ગયા ત્યારે સિક્યુરિટી ગાર્ડે કહ્યું હતું કે, ‘હાર્દીકભાઈએ એફ બ્લોકના બેઝમેન્ટમાં કેટલોક ઘરવખરીનો સામાન મુક્યો છે તે તમે જોઈ લો’ હંસાબેને જઈને જોયું તો પલંગ, ટેબલ, શેટી, વોશિંગ મશીન, સોફા, ફ્રીજ જેવો સામાન મળી આવ્યો હતો.

હંસાબેનની ફરિયાદ પ્રમાણે પતિની અગત્યની મિલકતોના પેપર્સ, બે પુત્રોના અભ્યાસના ડોગ્યુમેન્ટ, ૭ તોલાનો સોનાનો હાર, વીંટી, ચાંદીની ઝાંઝરી, રોકડા ૭૫ હજાર અને ઘરનો અન્ય સામાન મળી હજુ ૩,૪૭,૪૦૦ની મત્તાનો સામાન હજુ ગુમ છે. જે અંગે તેમણે ભરતભાઈ ભટ્ટ અને હાર્દીકભાઈ પરેશભાઈ ખેતીયા (બંને રહે- બાલાજી વીન્ડ પાર્ક) સામે ચોરીની ફરિયાદ કરી છે.

Previous article૫ ટ્રિલિયન ડોલર કોઈ ચંદ્રયાન લોન્ચ કરવા જેવી વાત નથી : પી.ચિદમ્બરમ્‌
Next article૨૮ વર્ષથી ન્યાયની રાહ જોતાં મધ્યાહ્ન ભોજનના કર્મચારીઓ ધરણાં કરશે