મહાશિવરાત્રિ પર્વે ભાવેણુ શિવભક્તિમાં લીન

720
bvn1422018-13.jpg

ભાવનગરવાસીઓએ ભગવાન ભોળાનાથના મહાપર્વ શિવરાત્રિને લઈને લોકોએ ભારે શ્રધ્ધા આસ્થા સાથે પાવન પર્વની ઉજવણી કરી હતી. સવારથી જ શહેરના વિવિધ શિવાલયોમાં ભાવિકોની ભીડ ઉમટી હતી.આજરોજ મહાશિવરાત્રિ પર્વને લઈને ભાવનગર શહેર તથા જિલ્લામાં આવેલ નાના-મોટા તમામ શિવાલયોમાં વહેલી સવારથી મોડીરાત સુધી ભક્તોની ભારે ભીડ રહેવા પામી હતી. લોકોએ શિવલીંગ પર દુધ, જળ, શેરડીનો રસ, ઘી સહિતના પદાર્થો વડે શાસ્ત્રોક્ત-વેદોક્ત રીતે અભિષેક કર્યો હતો. આ ઉપરાંત ધતુરાના પુષ્પો, બીલીપત્ર, દુર્વા (ધરો), અબીલ, ગુલાલ સહિતના પંચગવ્યો વડે મહાપૂજાઓ કરી પોતાની જાત ધન્ય કરી હતી. બમ બમ ભોલે, હર હર મહાદેવના નાદ સાથે મંદિરો ગુંજી ઉઠ્યા હતા. આ સાથે શહેરમાં તથા જિલ્લામાં આવેલ પ્રાચીન શિવમંદિરોમાં વિશેષ પૂજા-પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. તદ્દઉપરાંત ભક્તોએ ઉપવાસી રહી ફળાહાર તરીકે ફળફળાદી, શક્કરીયા, શ્રીખંડ, મઠ્ઠા સહિતના ફરાળી વાનગીઓ આરોગી હતી. ભાંગનો પ્રસાદ પણ લીધો હતો.    તસવીર : મનિષ ડાભી

Previous articleપીપળીયા ગામે જુગાર રમતા છ શકુની જબ્બે
Next articleરાજ્યના મુખ્ય સચિવ જે એન સિંઘનો દાવોઃ સરદાર સરોવરમાં પાણી ઓછું, ગુજરાતની જનતાને કોઈ તકલીફ નહિ