દહેગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ૨૮ લીટર દેશી દારૂ તથા ૧૫૦ લીટર દારૂ બનાવવાનો વોશ ઝડપ્યો હતો. બુટલેગર સામે કાર્યવાહી હાથ ધરી હતી.
ગાંધીનગર એલસીબીની ટીમે બાતમીના મળતા ત્રણ જગ્યાએ રેડ કરી દેશી દારૂ અને વોશ ઝડપી લીધો હતો. જેમાં ફતા સોમા ઠાકોર (રહે, પલાના મઠ, સુથારવાસ, દહેગામ)ના ઓકલીવાળા ખેતરમાં દારૂ બનાવતો હતો. રેડર દરમિયાન ૧૫ લીટર દારૂ, ૧૫૦ લીટર વોશ, ભલા કાળા રાવળ (રહે, મટન માર્કેટ, દહેગામ)ના ત્યા રેડ દરમિયાન ૮ લીટર દેશી દારૂ, જ્યારે શંકર લાલજી ઠાકોર (રહે, રાઇસ મીલ, ઠાકોરવાસ દહેગામ)ને ત્યાંથી ૫ લીટર દારૂ પકડાયો હતો.



















