રાજુલા ખાતે મહાશિવરાત્રિ નિમિત્તે શિવજીની શોભાયાત્રા

0
603
guj1522018-5.jpg

રાજુલા ખાતે મહાશિવરાત્રિ નિમિત્તે રાજુલાના રાજમાર્ગો પર દશનામ યુવા ગ્રુપ, રૂદ્રગણ અને વડીલો દ્વારા શિવજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
રાજુલા ખાતે મહાશિવરાત્રિ નિમિત્તે શહેરના રાજમાર્ગો પર વિશાળ શિવભક્તોની સંખ્યામાં શિવ પાર્વતીની શોભાયાત્રાનું આયોજન દશનામ યુવા ગ્રુપ તેમજ રૂદ્રગણ ગ્રુપ અને ગોસ્વામી વડીલ પરિવાર અને ગામના વેપારીઓ સહિત આખુ ગામ શિવજીની શોભાયાત્રા રાજમાર્ગોમાં જોડાયા જેમાં શિવયાત્રામાં ૯રમી વખત સોમનાથ સુધી રાજુલાથી પગપાળા યાત્રા કરનાર દિપકભાઈ ઠેકેદાર સહિત આ શિવયાત્રામાં જોડાયેલ અને શિવ શોભાયાત્રાના આયોજકો દસનામ સાધુ સમાજ પ્રમુખ રાજુબાપુ, જીગ્નેશબાપુ, કમલેશ ભારતી, ઓમકેશબાપુ, કમલેશપરી સહિત આગેવાનોએ ખૂબ જહેમત ઉઠાવી હિન્દુ મુળ સંસ્કૃતિને ઉજાગર કરવા ભગવાન શિવજીની શોભાયાત્રાનું આયોજન થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here