ચેઈનની ચીલઝડપ કરનાર બે ઈસમોને મુદ્દામાલ સાથે ઝડપ્યા

1119
guj1582017-6.jpg

બોટાદ શહેરમાંથી મહિલા ગળામાંથી સોનાનો ચેઈનની ચીલઝડપ કરનાર રાજકોટ જિલ્લાના સોમલપર ગામના બે ઈસમોને બોટાદ પોલીસ સ્ટાફે મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. જ્યારે જસદણ ખાતે રહેતા શખ્સને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
બોટાદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઇન્સ. જે.જે.જાડેજાની સુચનાથી સર્વેલન્સ સ્કોડના પો.સબ ઇન્સ. વી.જે.રાઠોડ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે નરેશભાઇ માવજીભાઇ સોલંકી જાતે.તળપદા કોળી ઉ.વ.૨૦ રહે-સોમલપર ગામ, તા-વિંછીયા જી-રાજકોટ તથા વનરાજભાઇ ભુપતભાઇ મોરી ઉ.વ.૧૯ રહે-સોમલપર ગામ, તા-વિંછીયા જી-રાજકોટ વાળાઓને સોનાના ટુકડા નંગ-૦૫ વજન ૮.૯૮૦ ગ્રામ કિં.રૂા.૨૪,૦૦૦/- તથા નંબર વગરની હીરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. કિં.રૂા.૪૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૦૨ કિં.રૂા.૧૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા બન્ને ઇસમોને સી.આર.પી.સી.ક.૪૧(૧)ડી મુજબ ધોરણસર અટક કરી મુદ્દામાલ સી.આર.પી.સી.ક. ૧૦૨ મુજબ કબ્જે કરેલ. તેમજ બન્ને ની પુછપરછ દરમ્યાન સોનુ તેઓએ વીસેક દિવસ પહેલા બોટાદ,મસ્તરામ મંદિર પાસેથી કોઇ સ્ત્રીના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ કરેલ તેમાંથી ગાળેલ હોવાનુ જણાવેલ અને વધુ પુછપરછ કરતા આરોપી વનરાજભાઇ ભુપતભાઇ મોરીએ પોતાના મિત્ર રાજવીર ઉર્ફે રાજો વલકુભાઇ ધાધલ રહે-જસદણ વાળા સાથે મળી એકાદ મહિના પહેલા બોટાદ,પાળીયાદ રોડ ઉપર મેળામાંથી કોઇ સ્ત્રીના ગળામાંથી ચેઇનની ચીલઝડપ કરેલાનુ કબુલેલ. અંગે બોટાદ પો.સ્ટે. આરોપી વનરાજ ભુપતભાઇ મોરીને અટક કરેલ છે. અને સોનાનો ચેઇન રીકવર કરવા તજવીજ કરેલ છે. તેમજ સહ આરોપી રાજવીર ઉર્ફે રાજો વલકુભાઇ ધાધલ રહે-જસદણ વાળાને પકડવા ચક્રો ગતિમાન કરેલ છે. 

Previous articleસિહોરમાં ભાજપના રપ યુવાનો કોંગ્રેસમાં જોડાયા
Next articleગારિયાધારમાં યુવા ભાજપની મિટીંગ મળી