વલ્લભીપુરની ઁય્ફઝ્રન્ ઓફિસ પાસેથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમને વલ્લભીપુર પોલીસે ઝડપી લીધો હતો. જ્યારે એક શખ્સ નાસી છુટ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ, વલ્લભીપુરના પાટીવાડા વિસ્તારમાં કિર્તી ઉર્ફે પિન્ટુ નરૂભાઈ બારૈયા તથા જીગુ નાનજીભાઈ ધામેલીયા પીજીવીસીએલ ઓફિસ પાસે ઈંગ્લીશ દારૂનું વેચાણકર્તા હોવાની પૂર્વ બાતમી આધારે વલ્લભીપુર પોલીસે રેડ કરી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-ર૩, બે મોબાઈલ અને ૭ હજાર રોકડા મળી કુલ રૂા.૧૭,૪૦૦ના મુદ્દામાલ સાથે કિર્તી ઉર્ફે પિન્ટુને ઝડપી લીધો હતો. જ્યારે જીતુ ધામેલીયા નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે બન્ને બુટલેગર વિરૂધ્ધ પ્રોહીબીશન મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.