સીવીલમાં નાના બાળકને લઈને પોલીસની ડયુટી

615
gandhi1822018-4.jpg

પાટણ કલેક્ટર કચેરીમાં ભડકે બળેલા આંબેડકરવાદી ભાનુપ્રસાદ વણકરનું શુક્રવારે મોડી રાતે એપોલો હોસ્પિટલમાં મૃત્યુ થયં હતું. તેમના મૃતદેહને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમાર્ટમ કરવા મોકલાઇ હતી. ભાનુભાઇનાં મૃત્યુથી દલિતોનાં આક્રોસને જોતા તંત્રએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પોલીસનો કાફલો ખડકી દીધો છે. પોલીસ અને ન્ઝ્રમ્ હોસ્પિટલ સંકુલમાં તૈનાત થઇ ઘઇ છે. પરંતુ આ સમગ્ર પોલીસ બદોબસ્તમાં આજે સિવિલ હોસ્પિટલમાં એક માતૃત્વની ઝાંખી થઇ હતી.
ખરેખર સિવિલ હોસ્પિટલ માં પોલીસ બંદોબસ્ત માં એક મહિલા પોલીસ ફરજ પર પોતાના નાના બાળકને લઇ પહોંચ્યા હતા. જેથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્તમાં માતૃત્વ નજર આવ્યુ હતું. ફરજ પર હાજર થયેલ મહિલા પોલીસ પોતાના બાળકને લઇ આ બંદોબસ્તમાં પહોંચ્યા હતાં.

Previous articleઉનાળામાં સાત જિલ્લાના ખેડૂતોએ પાણી માટે વલખા મારવા પડશે
Next articleસિવિલ હોસ્પિટલમાં અધિકારીઓના ગોરખધંધા રોકવા કમિટી બનાવાશે