માતા-પુત્રી બાદ બે માસુમ બાળકોનાં પણ મોત

737
guj1822018-1.jpg

રાજુલાના બર્બટાણા ગામે એક પરણીતાએ પુત્ર, તથા ત્રણ પુત્રીઓ સાથે વિષપાન કરી લેતા મહિલાનું રાજુલા હોસ્પિટલમાં તથા એક પુત્રીનું મહુવા હોસ્પિટલમાં મૃત્યુ થયુ હતું જ્યારે એક પુત્રને ગંભીર હાલતે ભાવનગર સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં તેમનું પણ મોત નિપજતા બર્બટાણા ગામે ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે.
રાજુલા તાલુકાના બર્બટાણા ગામે રહેતી સોનલબેન જીતુભાઈ રાઠોડ ઉ.૩૫ને પોતાના પિયર સુરતમાં રહેવા જવુ હોય પરંતુ પતિ જીતુએ જવાની ના પાડતા વાંરવાર ઘરમાં કજીયા કંકાસ થઈ રહ્યા હોય જેથી કંટાળી જઈ તા.૧૬-૨ના રોજ મહિલાએ એક પુત્ર અને બે પુત્રીને ઝેરી દવા પીવડાવી પોતે પણ ઝેરી દવા પી લેતા ચારેય વ્યક્તિઓને પ્રથમ રાજુલા ખસેડવામાં આવેલ જ્યા રાજુલા સરકારી હોસ્પિટલમાં સોનલબેનનું તથા પુત્રી ક્રિષ્નાનું મહુવાની હનુમંત હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધો હતો જ્યારે પુત્ર દર્શન અને પુત્રી નાવ્યાને ભાવનગર સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં મોડી રાત્રે આ ભાઈ બહેનએ પણ મોતની સોડતાણી લેતા કુલ મૃતાંક ચારનો થયો છે. આ બનાવના પગલે મૃતક મહિલાનો પતિ તથા રાઠોડ પરિવાર પર આભ તુટી પડ્યુ હતું. તથા આવી દુઃખદ ઘટનાને લઈને નાનકડા બર્બટાણા સરપંચ દિલુભાઈ દડુભાઈ ભુકણ સહિત ગ્રામ પંચાયતનાં સભ્યો અને આગેવાનોએ શોક વ્યક્ત કર્યો હતો આ બનાવ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.