મહાનગર પાલિકાનું બજેટ સર્વાનુમતે મંજૂર

955
gandhi1822018-6.jpg

મહાનગર પાલિકાનું ર૮ર કરોડનું બજેટ આજે સામાન્ય સભામાં રજુ કરવામાં આવ્યુ હતું. જે માટે સ્થાયી સમિતિના ચેરમેન મનુભાઈ પટેલે બજેટની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે મનપાના બીજા બજેટ માટે તેમણે તૈયાર કરવાનું કર્તવ્ય મળ્યુ છે અને જણાવતાં આનંદ થાય છે કે ર૮ર કરોડના મનપાના બજેટમાં વિકાસને મહત્વનું ગણી બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. 
વિકાસ માટે ખાસ કરીને પ કરોડ પ૪ લાખ જેટલો મોટો કાપ રેવન્યું બજેટમાં કર્યો છે અને તે નાણાને વિકાસના કામો માટે વાપરવાનું નકકી કરવામાં આવ્યું છે. જેમાં સૌથ્‌ મહત્વની બાબત ગાંધીનગરને સ્માર્ટસીટીમાં સમાવ્યા બાદ સફાઈ- સેકટરોની અંદરના ભાગના રસ્તા તથા કોમન પ્લોટની સફાઈ માટે ૪ કરોડ ૧પ લાખ ફાળવવામાં આવ્યા છે હવે ગાંધીનગરમાં કોઈ પણ ભાગ સફાઈ વગરનો છુટશે નહી. 
આ ઉપરાંત મેગા મેડિકલ કેમ્પ માટ ેર૦ લાખ રખાયા છે. ૧૦ લાખ રૂપિયા લેબોરેટરી ટેસ્ટીંગના સાધનો માટે કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં સાઈન બોર્ડ માટે ખાસ ૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત રોડ-રસ્તા, ગટરો માટે સરકારના રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગને ૪પ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. જે પૈકી ૧ થી પ સેકટરના રોડ રીફરેસીંગના કામ પૂર્ણ થયા છે. બાકીના કામ પ્રગતિમાં છે. ૪પ૦ જેટલી મોટી ડસ્ટબીન મુકવામાં આવી છે. 
આ ઉપરાંત ઈન્ટરનેશનલ કંપનીઓ કોમ્પીટીશનમાં હતી તેવું શહેરના ગુગલમેપ તૈયાર કરવાનું પ.૧૯ કરોડનું કામનું ટેન્ડર અપાઈ ગયું છે. પ્રજાલક્ષી કામોમાં તમામ કામો હાથ પર લઈ વિકાસને વેગ આપતું બજેટ હોવાથી સર્વાનુમતે પસાર કરવા તેમણે વિરોધપક્ષને અપીલ પણ કરી હતી.
ત્યારબાદ શહેરી વિકાસ વિભાગ તેમજ રાજય અને કેન્દ્ર સરકારના સ્માર્ટ સીટીના બજેટ હેઠળ ર૦૦ કરોડના કામો થવા હોવાની પણ જાણકારી સામાન્ય સભામાં આપવામાં આવી હતી. મુક્તિધામ ખાતે અદ્યતન રીડીંગ લાયબ્રેરી ચાલુ હોવા ઉપરાંત ત્યાં બજેટ ફાળવીને વધુ ખર્ચ કરવાની ખાત્રી પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત આંગણવાડીઓ બનાવ્યા બાદ શિક્ષણ અંગે પણ સરકાર જો મહાનગર પાલિકાને સોંપે તો મહાનગર પાલિકા સક્ષમ હોવાનું પણ તેમણે વધુમાં જણાવ્યું હતું. આખરે મતદાન બાદ બહુમતિથી મનપાનું ર૮ર કરોડનું બજેટ પસાર કરવામાં આવ્યું. હતું. 

Previous articleકર શૂન્ય કરવા કોંગ્રેસની માંગ
Next articleમાતા-પુત્રી બાદ બે માસુમ બાળકોનાં પણ મોત