ચાણસ્મા પો. સ્ટેશનના ચોરી સહિત ગુનામાં નાસતો-ફરતો આરોપી ઝડપાયો

885
bvn1822018-1.jpg

આજરોજ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો તળાજા નગરપાલિકાની ચુંટણી સંબંધે તળાજા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન તળાજા,સરતાનપર રોડ ઉપર આવેલ માયા પેટ્રોલ પંપ પાસે આવતાં  બાતમીરાહે હકિકત મળેલ કે,પાટણ જિલ્લાનાં ચાણસ્મા પો.સ્ટે. ના વિવિધ ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી મહેબુબઅલી બરકતઅલી ખોજા રહે.તળાજા-ગોપનાથ રોડ,તળાજાવાળા વાવ ચોકમાં સફેદ કલરનાં કપડાં પહેરીને ઉભેલ છે.તે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં ઉપરોકત ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી મહેબુબઅલી બરકતઅલી વિરાણી ઉ.વ.૫૦ રહે.પ્લોટ નં.૧૦,તળાજા-ગોપનાથ રોડ,તળાજાવાળા મળી આવતાં તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને તળાજા પો.સ્ટે.માં સોંપી આપવામાં આવેલ છે.અને તેને પાટણ જિલ્લાનાં ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવાની તજવીજ હાથ ધરેલ છે. મજકુર ઇસમની પુછપરછ કરતાં પોતાને ઉપરોકત ગુન્હામાં પકડવાનો બાકી હોવાની કબુલાત કરેલ. આમ, પાટણ જિલ્લાનાં ચાણસ્મા પોલીસ સ્ટેશનનાં ચોરીનાં ગુન્હામાં છેલ્લાં આઠેક વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેવામાં ભાવનગર એલસીબી ટીમને સફળતા મળેલ છે. આ સમગ્ર કામગીરીમાં એલસીબીનાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા એલ.સી.બી. સ્ટાફનાં મહિપાલસિંહ ગોહિલ, શિવરાજસિંહ સરવૈયા, તરૂણભાઇ નાંદવા, અજયસિંહ વાઘેલા, ભહિપાલસિંહ ચુડાસમા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.