દાઉદી વોરા સમાજના ધર્મગુરૂ આજે પાલીતાણા ખાતે પધારશે

814
bvn1822018-6.jpg

આજે પાલીતાણામાં દાઉદી વોરા સમાજના પ૩માં ધર્મગુરૂ ડો.સૈયદના આલીકદર મુફદ્દલ સૈફૂદ્દીન સાહેબ આવશે. ૭૦ વર્ષ પછી દાઉદી વોરા સમાજ ધર્મગુરૂ પાલીતાણા ખાતે પધારશે. આજથી ૭૦ વરસ પહેલા તેમના દાદા સૈયદના તાહેર સૈફુદ્દીન સાહેબ પાલીતાણા પધારેલ. આ ખુશીમાં પાલીતાણા જુમાતના લોકોએ આતશબાજી કરી હતી ને ઓખા વોરાવાડ ખાતે લાઈટ ડેકોરેશન તેમજ બૂકે ફુલ દ્વારા મસ્જિદ તેમજ વોરા વાડને સજાવવામાં આવી છે. આજે સવારે ૧૧ કલાકે પાલીતાણા પધારશે. ત્યારબાદ પાલીતાણા બૂરહાની મસ્જિદ ખાતે વાઈજ કરશે. ત્યારબાદ પાલીતાણાના મોમીનને કદમબોસિ થશે. આજે પાલીતાણામાં સૈયદના આલીકદર મુફદ્દલ સૈફૂદ્દીન સાહેબ પધારવાના છે તે સમાચાર આવતા વોરા સમાજમાં ખુશી છવાઈ હતી.

Previous articleચાણસ્મા પો. સ્ટેશનના ચોરી સહિત ગુનામાં નાસતો-ફરતો આરોપી ઝડપાયો
Next articleઆનંદનગરમાં દલિત સમાજના સમુહ લગ્ન