આનંદનગરમાં દલિત સમાજના સમુહ લગ્ન

662
bvn1822018-15.jpg

શહેરના આનંદનગર, રોહીદાસધામ ખાતે ડાયાભાઈ નાનજીભાઈ ચૌહાણ દ્વારા આજે દલિત સમાજના સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાંચ યુગલો લગ્નગ્રંથીથી જોડાયા હતા. આ પ્રસંગે સંતો-મહંતો, રાજકિય અને સામાજિક આગેવાનો તથા દલીત સમાજના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને નવદંપતિઓને શુભેચ્છા પાઠવી હતી. લગ્નગ્રંથીથી જોડાનાર દરેક કન્યાઓને ઘરવખરી સહિત ભેટસોગાદો કરીયાવર સ્વરૂપે આપવામાં આવી હતી.